બનાસકાંઠા: ડીસામાં તંત્રની 11 ટીમોએ ફરસાણ, ઠંડાપીણાંની દુકાનોમાં તપાસ હાથ ધરી


- અખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા અને અશુદ્ધ પાણી મળી આવતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો
પાલનપુર, 2 એપ્રિલઃ ડીસામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય થતા રોગોને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનીટેશન રાઉન્ડનું આયોજન કર્યું હતું. શહેરમાં અલગ અલગ 11 ટીમોએ ફરસાણ, ઠંડાપીણાં અને ખુલ્લામાં વેચતા નાસ્તા વાળાને ત્યાં તપાસ કરાઇ હતી.

ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે અને તેના કારણે લોકોને ઝાડા ઉલ્ટી જેવી બીમારી થતાં હેરાન થવું પડે છે ત્યારે આ રોગચાળાને અટકાવવા માટે આજે આરોગ્ય વીભાગે સેનીટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે અને ડીસા તાલુકા હેલ્થ વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ જાહેરમાં નાસતા અને ફરસાણ વેચતા લારી, દુકાનદારો,હોટેલ અને ઠંડા પીણાં વેચતા દુકાનદારોને ત્યાં તપાસ શરૂ કરી હતી.

આ તપાસમાં આરોગ્ય વિભાગના 44, નગરપાલિકાના 11 અને પોલીસના 11 કર્મચારીઓ જોડાઈને શહેરના વિવિધ જગ્યાઓ પણ તપાસ ચલાવી હતી. તેમજ અખાદ્ય ચીજ વસ્તુઓ વેચતા અને અશુદ્ધ પાણી મળી આવતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો હતો.

આ અંગે ડીસા તાલુકા હેલ્થ અધિકારી પી એમ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ઉનાળામાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે સેનિટેશન રાઉન્ડનો આયોજન કરાયું હતું. જેમાં આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓની અલગ અલગ 11 ટીમોએ શહેરમાં હોટેલ, લારી ગલ્લા અને ઠંડા પીણા વેચતા સ્થળોએ તપાસ કરી હતી. જેમાં અશુદ્ધ પાણી કે અશુદ્ધ ખોરાક વેચતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરાઇ હતી.
આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી: સ્થળાંતરિત કામદારોને મતદાનના દિવસે સવેતન રજા મળશે