ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : થરાદ ખાતે આંજણા નારી સંમેલન યોજાયું

Text To Speech
  • સ્ત્રી એ સમાજનુ ધરેણુ છે : ડો.રીટાબેન પટેલ

બનાસકાંઠા 24 જૂન 2024 : અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભાની મહિલા વિંગ દ્વારા બનાસકાંઠાના થરાદ ખાતે “મહિલા જાગૃતિ અભિયાન” અંતર્ગત “આંજણા નારી સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.રીટાબેન પટેલ (પ્રમુખ, મહિલા વિંગ)ની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં 350 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ અને સેક્રેટરી ભેમજીભાઈ અને ડો.કરસનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

સંવાદ સત્રમાં મહિલા વિંગ ના લક્ષ્મીબેન કરેણ અને નીરૂબેન ચૌધરી સહિત થરાદની સ્થાનિક સમિતિના વક્તાઓ ડો.નિધિબેન-બાળરોગ નિષ્ણાત, ડો.ગીતાબેન-સ્ત્રીરોગ નિષ્ણાંત, શિક્ષક અમીબેન, દલુબેન તલાટી , ડો.વસંતીબેન જેવા વક્તાઓએ વિવિધ મુદ્દાઓ પર વક્તવ્ય આપ્યા હતા. વિષયો અને તેમના પર પ્રેક્ષકોના પ્રશ્નોના જવાબો આપ્યા. તેમાં શિક્ષણ, મહિલા આરોગ્ય, આહાર-વિહાર, વ્યસન મુક્તિ, સ્વરોજગાર-ગૃહઉદ્યોગ જેવા મુદ્દાઓ અને સામાજિક મુદ્દાઓ અને સંસ્કારોની ચર્ચા કરવામાં આવી હતી.

અંતમાં ડો.રીટાબેન પટેલે તેમના વક્તવ્યમાં સમગ્ર ચર્ચાનો સારાંશ આપ્યો હતો અને આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સમાજનો ઉત્કર્ષ કેવી રીતે કરી શકાય , તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા થરાદની સ્થાનિક મહિલા ટીમે કરેલી મહેનત સરાહનીય હતી. સભા સ્થળ, ચા-નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવા માટે APMC થરાદ તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા કોલેજના ખેલાડીઓએ સ્ટેટ ખેલ-મહાકુંભમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

Back to top button