ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા કોલેજના ખેલાડીઓએ સ્ટેટ ખેલ-મહાકુંભમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા

Text To Speech

બનાસકાંઠા 24 જૂન 2024 : ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-ડીસા રમત-ગમત ક્ષેત્રે પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવે છે. તાજેતરમાં તા. 21, 22 જૂન 2024 ના રોજ રામપુરા આણંદ ખાતે ગુજરાત રાજ્ય ખેલ-મહાકુંભની રાજ્ય લેવલની વુડબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ડીસા કોલેજના ખેલાડી વિશાલ નાઇ, નારાયણ લુહાર અને મેહુલ ઠાકોરે વુડબોલ સ્પર્ધાની ડબલ સ્ટોક ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્રોન્ઝ મેડલ જીતી ડીસા કોલેજને ગૌરવ અપાવ્યું છે. કોલેજના ટ્રસ્ટીઓ અને કોલેજના આચાર્યોએ આ ગૌરવશાળી તમામ ખેલાડીઓ અને સ્પોર્ટસ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. આર.ડી.ચૌધરીને અભિનંદન આપી ખેલાડીઓને ભવિષ્યમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપવાની શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : આજે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પર વરસાદનું સંકટ… કોને થશે ફાયદો? જુઓ સંપૂર્ણ સમીકરણ

Back to top button