બનાસકાંઠા: ડીસા ના રસાણા નજીક ઇકોકાર અને આઈસર વચ્ચે અકસ્માત


- એક નું મોત છ ને ઇજા
બનાસકાંઠા 24 જૂન 2024 : ડીસા પાલનપુર હાઇવે ઉપર રસાણા પાટિયા નજીક સોમવાર ના બપોર ના સુમારે એક ઇકો કાર અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છ વ્યક્તિઓ ને નાના મોટી ઇજા થઇ હતી જયારે એક મહિલાનું ગમ્ભીર ઇજા થતા મોત નીપજયુ હતું. સોમવારે બપોર ના સુમારે પાલનપુર તરફ જતી ઇકો કાર સામે થી આવતી આઈસર ટ્રક સાથે ધડાકાભેર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માત ના પગલે ઇકો કાર માં સવાર તમામ પેસેન્જર માં ભારે રોક્કલ મચી જવા પામી હતી જોકે અકસ્માત ના પગલે ઇકો કાર માં સવાર છ જેટલા પેસેન્જર ઇજા ઓ થઈ હતી જયારે એક મહિલાનું મોત નીપજ્યું હતું અકસ્માત ના પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક
બબીબેન જેઠાભાઈ દેસાઈ ( ઉંમર વર્ષ 48 રહેવાસી મખલોસણ તાલુકો પાટણ )
ઈજાગ્રસ્ત ના નામ
(1)જામા બેન દલાભાઈ દેસાઈ ( મેલોસણ )
(2)મહેશભાઈ હીરાભાઈ પરમાર ( ઉંમર 28 રહેવાસી માવશરી )
(3)ફાલગુની બેન ઠાકોર ( ઉંમર 28 )
(4)પસી બેન ઠાકોર ( ઉંમર 70 )
(5).પીનકી બેન ઠાકોર ( ઉંમર 28 )
(6)દેવાનસી બેન ( ઉંમર 5 )
આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદ ખાતે આંજણા નારી સંમેલન યોજાયું