બનાસકાંઠા: ડીસા તાલુકાનું 12 સાયન્સનું 64.12% પરિણામ
- સૌથી ઓછું ડીસા કેન્દ્રનું પરિણામ નોંધાયું, 549માંથી 352 વિદ્યાર્થીઓ પાસ, 197 નાપાસ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઇન જાહેર થઈ ગયું છે. જેમાં જિલ્લાના પાંચ તાલુકા કેન્દ્રમાં સૌથી ઓછું પરિણામ ડીસા તાલુકા કેન્દ્રનું 64.12 ટકા નોંધાયું હતું.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઇન જાહેર થઈ ગયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ડીસા, પાલનપુર, ધાનેરા, થરાદ અને ભાભર મળી કુલ 5 કેન્દ્રનું પરિણામ જાહેર થયું છે. જોકે આ પાંચ તાલુકામાં સૌથી વધુ ભાભરનું 78.33 ટકા પરિણામ નોંધાયું છે.
જ્યારે સૌથી ઓછું ડીસા કેન્દ્રનું 64.12 ટકા પરિણામ નોંધાયું હતું. ડીસા કેન્દ્રમાં કુલ 549 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 352 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 197 વિદ્યાર્થીઓ ફેલ થયા છે, આમ ડીસા કેન્દ્રનું કુલ પરિણામ 64.12 ટકા નોંધાયું છે.
આ વખતે બોર્ડ દ્વારા વોટ્સએપ મારફતે વિદ્યાર્થીઓ ને જાણવા મળ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ ને તુરંત જ પરિણામ જાણવા મળ્યું હતું. જેને લઇ કહીં ખુશી કહીં ગમ ના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં પંચાવન હજારનો ગેરકાયદેસર સિગરેટનો જથ્થો ઝડપાયો