ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં પંચાવન હજારનો ગેરકાયદેસર સિગરેટનો જથ્થો ઝડપાયો

Text To Speech
  • એસઓજી ની ટીમે જથ્થો કબજે કર્યો

પાલનપુર : ડીસામાં ગેરકાયદેસર સિગરેટ નો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. એસ ઓ જી ની ટીમે 55 હજારનો ગેરકાયદેસર સિગરેટ નો જથ્થો જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસને સોંપ્યો હતો.

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રતિબંધિત અને ગેરકાયદેસર ચીજ વસ્તુઓનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. તે દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે સમયે ફુવારા સર્કલ પાસે ગેરકાયદેસર સિગરેટનો જથ્થો હોવાનો માહિતી મળી હતી.

જેથી એસઓજીની ટીમે જલારામ એન્ટરપ્રાઇઝમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો આ સિગરેટના પેકેટ પર શરીર ને હાનિકારક એવું કોઈપણ પ્રકારની સૂચના લખેલી નહોતી.  જેથી પોલીસે 55 હજાર રૂપિયાનો સિગરેટનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે વેપારી સુખદેવ પુજારા સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ઈશુદાન સામે થયેલી ફરિયાદ રદ કરવા ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની માંગ

Back to top button