કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, માવઠાને કારણે કેસર કેરી આટલાં દિવસ મોડી આવશે
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. ત્યારે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેના કારણે આ વખતે કેરીની આવકમાં પણ ઘટાડો થયો છે.
કેસર કેરી આ વખતે 15 દિવસ મોડી મળશે
કેરીના રસીયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે ઉનાળાની શરુઆત થતા પહેલા જ કમોસમી માવઠાએ રાજ્યમા અનેક પાકને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાક પર અસર થઈ છે. જેથી આ માવઠાને કારણે કેસર કેરી આ વખતે 15 દિવસ મોડી આવશે. કમોસમી વરસાદને કારણે કેરીની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે કેરીના ભાવમાં પણ વધારો થયો છે.
કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન
સામાન્ય રીતે દર વર્ષે માર્ચના અંત સુધીમાં બજારમાં કેસર કેરીની આવક શરૂ થઈ જતી હોય છે પરંતુ માવઠાને કારણે દર વર્ષે માર્ચમાં મળતી કેસર કેરી આ વખતે 15 દિવસ મોડી મળશે. કમોસમી વરસાદને કારણે કેસરીના પાક પર પણ અસર પડી છે. હાલ માર્કેટમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક શરુ થઈ છે. ત્યારે વેપારીઓની ધારણા મુજબ એપ્રિલના પહેલા સપ્તાહથી સારી કેસરની આવક શરૂ થઈ જશે. પરંતુ માવઠાને કારણે કેસર કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. જેથી આવક ઓછી થતા કેરીના ભાવ ઊંચા બોલાય છે.
આ વર્ષે ભાવ 25થી 30 ટકા વધુ
હાલમાં કેસરની આવક પૂરતા પ્રમાણમાં નહીં થઈ હોવાથી ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ 25થી 30 ટકા વધુ બોલાઈ રહ્યા છે. ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે. કે હાલ આવક ઓછી હોવાથી ભાવમાં વધારો થયો છે. આવક વધતા ભાવમા આપોઆપ ઘટાડો થઈ જશે.
આ પણ વાંચો : આસામમાં મેખલા સાડી પ્રતિબંધ : દર્શના જરદોષથી ઉકેલ ન આવતાં વેપારીઓ પિયુષ ગોયલને કરશે રજુઆત