ગુજરાતદક્ષિણ ગુજરાત

આસામમાં મેખલા સાડી પ્રતિબંધ : દર્શના જરદોષથી ઉકેલ ન આવતાં વેપારીઓ પિયુષ ગોયલને કરશે રજુઆત

Text To Speech

આસામ સરકાર દ્વારા સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડી પર પ્રતિબંધ મુકવામાં આવતા આસામ પ્રતિનિધિ મંડળ સહિત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલને રજૂઆત કરવા જશે.

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દિલ્હી સુધી કરશે રજૂઆત 

આસામ સરકાર દ્વારા સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડી પર પ્રતિબંધ મુકતા ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. જેથી હવે આસામ પ્રતિનિધિ મંડળ સહિત ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન આ અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહિલને રજૂઆત કરવા જશે. વેપારીઓએ અગાઉ કેન્દ્રીય રાજ્ય કાપડ મંત્રી દર્શના જરદોષ, સાંસદ સી આર પાટીલને રજૂઆત કરાઈ હતી. તેમ છતા પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી હવે વેપારી પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય કાપડ મંત્રી ગોહિલને રજૂઆત કરવા માટે જશે.

મેખલા સાડી પર પ્રતિબંધ-humdekhengenews

સુરતના વેપારીઓની હાલત કફોડી

આસામ સરકાર દ્વારા સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરતમાં તૈયાર થતી મેખલા સાડીઓની પડતર કિંમત આસામના સ્થાનિક સ્તરે તૈયાર કરવામાં આવતી સાડીઓ કરતા ઓછી હોવાથી સુરતની સાડીઓની માંગ વધારે હોય છે. જેથી આસામ સરકારે સ્થાનિક હસ્તકલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સુરતથી મોકલવામાં આવતી મેખલા સાડીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. મેખલા સાડી ઉપર પ્રતિબંધ લાગૂ થયાં પછી ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. વેપારીઓ પાસે કરોડોનો માલ પડી રહ્યો છે. આસામમા સુરતની મેખલા સાડી પર પ્રતિબંધ મુકતા સુરતના વેપારીઓનો મેખલા સાડીનો વેપાર ઠપ્પ થઈ ગયો છે.

મેખલા સાડી પર પ્રતિબંધ-humdekhengenews

આ માંગ સાથે કેન્દ્રીય કાપડ મંત્રીને કરાશે રજૂઆત

સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન (FOSTTA) આસામ પ્રતિનિધિ મંડળ દ્વારા એક બેઠક યોજાઈ હતી. જેમાં આસામ સરકાર દ્વારા સુરતના વેપારીઓ દ્વારા મોકલવામાં આવતી મેખલા સાડી પર પ્રતિબંધ હટાવે તેમજ સમય મુદતની માંગને લઈ કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોહિલને રજૂઆત કરવા જશે તેમ નક્કી કરવામા આવ્યું છે.

આ પણ વાંચો : વડોદરાવાસીઓ આનંદો! એરપોર્ટ ખાતે કસ્ટમ એન્ડ ઇમિગ્રેશનની સુવિધાને મળી લીલીઝંડી

Back to top button