બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: ઓગસ્ટ 2025માં ડબલ ફાયર’ આગાહી શું છે?

નવી દિલ્હી, 5 ઓગસ્ટ ; વાંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવા, જેને સામાન્ય રીતે બાબા વેંગા તરીકે ઓળખવામાં આવે છે, તે બલ્ગેરિયાની એક રહસ્યમયી ભવિષ્યવક્તા હતાં. તેમની ભવિષ્યવાણીઓએ સમયાંતરે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. 1996માં તેમનું અવસાન થયું હોવા છતાં, તેમની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોના મનમાં કુતૂહલ જન્માવે છે. ઓગસ્ટ 2025 માટેની તેમની ભવિષ્યવાણીઓ હાલમાં ચર્ચાનો વિષય બની છે, ખાસ કરીને “ડબલ ફાયર” અને “અનિચ્છનીય જ્ઞાન”ની વાતોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
“ડબલ ફાયર” ભવિષ્યવાણી શું છે?
લિથુઆનિયન ન્યૂઝ વેબસાઈટ ‘Made in Vilnius’ અનુસાર, બાબા વેંગાએ ઓગસ્ટ 2025 માટે “ડબલ ફાયર”ની ભવિષ્યવાણી કરી હતી, જેમાં એક આગ આકાશમાંથી અને બીજી ધરતી પરથી ઉદ્ભવશે. આનો ચોક્કસ અર્થ શું છે, તે હજુ સુધી રહસ્ય જ છે. કેટલાક લોકો માને છે કે આનો સંબંધ જંગલોમાં લાગેલી આગ સાથે હોઈ શકે છે, જ્યારે અન્યોનું માનવું છે કે આ જ્વાળામુખીનું વિસ્ફોટ હોઈ શકે છે. આ ઉપરાંત, કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવે છે કે આ ભવિષ્યવાણી ઉલ્કાપિંડ કે એસ્ટરોઇડના ધરતી સાથે અથડામણનો સંકેત આપે છે.
અનિચ્છનીય જ્ઞાન”નું રહસ્ય
બાબા વેંગાની બીજી ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે, “ઓગસ્ટમાં માનવજાત એવા જ્ઞાનની નજીક પહોંચશે, જેને તે જાણવા નથી માંગતી.” આ ઉપરાંત, તેમણે ચેતવણી આપી હતી કે “જે એકવાર ખુલી ગયું છે, તેને ફરીથી બંધ કરી શકાશે નહીં.” આ વાતો કઈ બાબત સાથે સંકળાયેલી છે, તે હજુ સ્પષ્ટ નથી. જોકે, કેટલાક લોકોનું માનવું છે કે આ ભવિષ્યવાણી બાયોટેક્નોલોજી અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંબંધિત હોઈ શકે છે.
એલિયન્સ સાથે સંપર્કની ભવિષ્યવાણી
બાબા વેંગાની એક અન્ય ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે, “જે હાથ એક થયા હતા, તે બે ભાગમાં વિભાજિત થશે અને દરેક પોતપોતાના રસ્તે જશે.” કેટલાક લોકો આ વાક્યને નાટો અથવા યુરોપિયન યુનિયન જેવા સંગઠનોમાં રાજકીય તણાવના સંકેત તરીકે જુએ છે, જેના પરિણામે કેટલાક સભ્યો અલગ થઈ શકે છે. અન્ય લોકો માને છે કે આ યુરોપિયન યુનિયનના પશ્ચિમી અને પૂર્વીય બ્લોક્સ વચ્ચે વધતા તણાવનું પ્રતીક હોઈ શકે છે. આ ઉપરાંત, બાબા વેંગાએ 2025માં પ્રાકૃતિક આફતોની વધતી શક્યતાઓ, યુરોપમાં વસ્તીમાં ઘટાડો અને એલિયન્સ સાથે સંભવિત સંપર્કની પણ ભવિષ્યવાણી કરી હતી.
આ ભવિષ્યવાણીઓનો સાચો અર્થ શું છે, તે હજુ સુધી અનિશ્ચિત છે, પરંતુ તે લોકોમાં ચર્ચા અને કુતૂહલનું કેન્દ્ર બની રહી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw












