બાબા વેંગાની વર્ષ 2026 માટે ડરામણી ભવિષ્યવાણી: આર્થિક મંદી અને બેંકો થશે ઠપ્પ, જાણો દુનિયા પર શું મંડાશે સંકટ?

નવી દિલ્હીઃ 30 ડિસેમ્બર, 2025: Baba Vanga Predictions 2026 : જેમ જેમ વર્ષ 2026 નજીક આવી રહ્યું છે, તેમ તેમ બલ્ગેરિયાના રહસ્યવાદી મહિલા બાબા વેંગાની ભવિષ્યવાણીઓને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ‘વાંગેલિયા પાંડેવા ગુશતેરોવા’, જેઓ બાબા વેંગા તરીકે ઓળખાય છે, તેમનું અવસાન 1996માં થયું હતું, પરંતુ તેમની આગાહીઓ આજે પણ દુનિયાને ચોંકાવતી રહે છે.
આર્થિક મંદી અને નાણાકીય અસ્થિરતા
બાબા વેંગાએ વર્ષ 2026 માટે ‘વૈશ્વિક આર્થિક મંદી’ની ચેતવણી આપી છે. અહેવાલો મુજબ, તેમના અનુયાયીઓ માને છે કે વર્ષ 2026માં વિશ્વની નાણાંકીય વ્યવસ્થા ડગમગી શકે છે. આ વર્ષે બેંકો પર દબાણ વધશે અને ઘણી મોટી બેંકો નિષ્ફળ (Fail) પણ થઈ શકે છે. કરન્સીના મૂલ્યમાં ભારે ઉતાર-ચઢાવ, શેરબજારમાં કડાકો અને આકાશી મોંઘવારી વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા પેદા કરશે.
વૈશ્વિક તણાવ અને યુદ્ધની આશંકા
બાબા વેંગાની આગાહી મુજબ, વર્ષ 2026માં ભૌગોલિક રાજકીય સ્થિતિમાં મોટા ફેરફારો જોવા મળશે:
- ભારત-ચીન સરહદ:તાઈવાન, દક્ષિણ ચીન સાગર અને ભારત-ચીન સરહદ પર મોટી મુશ્કેલીઓ આવી શકે છે.
- નવા ગઠબંધન:પ્રાદેશિક વિસ્તારવાદને કારણે વૈશ્વિક વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ જશે અને તણાવ વધશે.
- અમેરિકા અને રશિયા:રશિયા અને અમેરિકા વચ્ચે સીધો સંઘર્ષ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
વર્લ્ડ વોર 3 અને ટેકનોલોજી
તેમની આગાહીઓમાં વર્લ્ડ વોર 3, કુદરતી આફતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ખતરાનો પણ ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે નવી ટેકનોલોજી અને શક્તિશાળી દેશો વચ્ચેનો સંઘર્ષ માનવતા માટે પડકારરૂપ બની શકે છે.
કોણ હતા બાબા વેંગા?
બાબા વેંગાને ‘બાલ્કનના નાસ્ત્રેદમસ’ કહેવામાં આવે છે. તેમનો જન્મ 1911માં થયો હતો. ભલે તેમની આગાહીઓનો કોઈ લેખિત રેકોર્ડ નથી, પરંતુ તેમના અનુયાયીઓનો દાવો છે કે તેમણે રાજકુમારી ડાયનાનું મૃત્યુ, 9/11 હુમલો અને સુનામી જેવી મોટી ઘટનાઓની અગાઉથી જ આગાહી કરી દીધી હતી. જ્યારે પણ દુનિયા કોઈ મોટા સંકટનો સામનો કરે છે, ત્યારે બાબા વેંગાના શબ્દો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બને છે.
આ પણ વાંચોઃ મલાઈકા અરોરાનું આલીશાન રેસ્ટોરન્ટ: 350 રૂપિયાનું પાણી અને 21 હજારની શેમ્પેઈન, જાણો શું છે ખાસિયત












