ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ફેટી લીવરની તકલીફ હોય તો આ વસ્તુઓ કરો અવોઇડ

Text To Speech
  • ફેટી લીવર જીવલેણ સાબિત થઇ શકે છે
  • આ બીમારી થયા બાદ ખાણી પીણીનો  ખ્યાલ રાખવો જોઇએ
  • ફેટી લીવરની સમસ્યા હોય તો સોડિયમનો વપરાશ ઘટાડવો 

લીવર શરીરના તમામ ટોક્સિન બહાર કાઢે છે. તેનું ફેટી હોવુ જીવલેણ સાબિત થઇ શકે છે. આ એક એવી સમસ્યા છે જે કોઇને કોઇ વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે. આજના સમયમાં લોકો આ કારણે પરેશાન રહે છે. આ બીમારી થયા બાદ ખાણી પીણીનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ. એવી કેટલીક વસ્તુઓ છે જેને સાવ અવોઇડ કરવામાં જ ભલાઇ છે.

મીઠુ

જો તમને ફેટી લીવરની સમસ્યા હોય તો તમારે સોડિયમનો વપરાશ ઘટાડવો જોઇએ. જો તમે ખોરાકમાં વધુ મીઠુ લેતા હો તો ધીમે ધીમે તેની માત્રાને ઘટાડો.

ફેટી લીવરની તકલીફ હોય તો આ વસ્તુઓ કરો અવોઇડ hum dekhenge news ફ્રાઇડ ખોરાક

ફ્રાય કરેલી વસ્તુઓ ખાવાથી બચવુ જોઇએ. જેટલી પણ ફ્રાઇડ વસ્તુઓ હોય છે તેમાં ફેટ અને શુગરની માત્રા થોડી વધુ હોય છે. તે ફેટી લીવરની સમસ્યાને વધારે છે.

દારુ

ફેટી લીવર થાય ત્યારે આલ્કોહોલના સેવનને ઘટાડો. આલ્કોહોલ ફેટી લીવરનું કારણ બની શકે છે.

ખાંડ

હેલ્થ માટે આમ પણ ખાંડ નુકશાન કારક છે. તે ફેટી લીવરની સમસ્યા વધારી શકે છે. ભલે તે ફળોનો રસ હોય કે મધના સ્વરૂપમાં હોય. નેચરલ સુગર પણ એક માત્રાથી વધુ નુકશાન કરી શકે છે.

ફેટી લીવરની તકલીફ હોય તો આ વસ્તુઓ કરો અવોઇડ hum dekhenge news

રિફાઇન્ડ કાર્બ્સ

સફેદ કાર્બ્સ જેમકે સફેદ બ્રેડ અને પાસ્તા ખાવાથી બચવુ જોઇએ. તેના બદલે તમારે સાબુત અનાજ જેમકે ક્વિનોઆ, ઘઉંની રોટલી અને કાળા બિનના પાસ્તા ખાવા જોઇએ.

ફેટી વસ્તુઓથી બચો

ફેટી લીવરમાં માખણ, ઘી જેવી વસ્તુઓ ખાવાથી બચવુ જોઇએ. હેલ્ધી ફેટ જેમ કે ઓલિવ, એવોકાડો અને કોલ્ડ પ્રેસ્ડ નટ ઓઇલને ડાયેટમાં સામેલ કરી શકો છો.

આ પણ વાંચોઃ રાત્રે ભાત ખાતા હો તો સાવધાનઃ વધી શકે છે આ બીમારી

Back to top button