ટ્રેન્ડિંગમનોરંજન

‘Avatar 2’નો દુનિયામાં ડંકો, Worldwide કલેક્શન 1 બિલિયનને પાર

Text To Speech

હોલીવુડના દિગ્ગજ ડિરેક્ટર જેમ્સ કેમરોનની ‘Avatar: The Way of Water‘ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના લગભગ 2 અઠવાડિયા પછી પણ ‘Avatar 2’ની કમાણી ઝડપથી વધી રહી છે. વિશ્વવ્યાપી કમાણીની દૃષ્ટિએ ‘Avatar 2’નું કલેક્શન 1 બિલિયનને પાર પહોંચી ગયું છે. જેના કારણે આ ફિલ્મ ઈન્ટરનેશનલ લેવલ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

‘Avatar 2’નો બોક્સ ઓફિસ પર દબદબો

‘Avatar 2’ ફિલ્મને ન્યૂ યરની રજાઓનો પણ જોરદાર ફાયદો થયો છે. આ ફિલ્મે ત્રીજા સપ્તાહના અંતે વિશ્વભરમાં લગભગ 82.4 મિલિયન ડોલરની કમાણી કરી છે. આ સાથે હવે ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન 1.5 મિલિયન ડોલરને પાર કરી ગયું છે. જેને ભારતીય રૂપિયાના આધારે 1 અબજથી વધુનો આંકડો ગણવામાં આવશે. જ્યારે ડોમેસ્ટિક કલેક્શનમાં ‘Avatar 2′ ફિલ્મે 440.5 મિલિયન ડોલરની કમાણી કરી છે. ઇન્ટરનેશનલ લેવલ પર 957 મિલિયન ડોલરની કમાણી કરી છે.

‘Avatar 2’ની ભારતમાં પણ સારી કમાણી

આટલું જ નહીં જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘Avatar 2’ ભારતીય બોક્સ ઓફિસ પર સફળ રહી છે. ‘Avatar 2’એ ભારતમાં અત્યાર સુધીમાં 330 કરોડથી વધુની કમાણી કરી છે. રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 17 કરોડનું કલેક્શન કર્યું છે. ત્રીજા વિકેન્ડ પર ભારતમાં લગભગ 40 કરોડનો બિઝનેસ કર્યો છે. ભારતમાં કમાણીની બાબતમાં ‘Avatar 2’ હજુ પણ હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘એવેન્જર્સ-એન્ડગેમ’થી પાછળ છે.

Back to top button