- ઉત્તરપ્રદેશમાં યુવકે બુલેટને પેટ્રોલથી નવડાવ્યું
- પોલીસે બંને મિત્રોની ધરપકડ કરી
- પોલીસે બુલેટ કાર પણ જપ્ત કરી
આજકાલ યુવાનોને રીલ અને વીડિયો બનાવવાની એટલી લત લાગી ગઈ છે કે, તેઓ કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. ઘણા લોકો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયા પર કેટલીક લાઈક્સ અને કોમેન્ટ મેળવવા માટે એક યુવક પોતાની મોંઘી બાઇક લઈને પેટ્રોલ પંપ પર પહોંચે છે અને પેટ્રોલથી બાઇકને નવડાવતો જોવા મળે છે.
પેટ્રોલની ટાંકી ભરયા બાદ બાઈક પર રેડ્યું પેટ્રોલ
અહેવાલ થકી મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશમાં આવેલા અમરોહાના હસનપુર સ્થિત પેટ્રોલ પંપ આવેલો છે. જ્યાં એક યુવક પેટ્રોલથી બાઈકને નવડાવતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. બાઇકની ટાંકી ભરાઈ જતા જ યુવક તેની બાઇકને પેટ્રોલથી નવડાવવા લાગે છે. જાણે તે પોતાનું બાઇક પેટ્રોલથી નહીં પણ પાણીથી ધોઈ રહ્યો હોય. આશ્ચર્યની વાત એ છે કે તેણે આ બધું રીલ બનાવવાની પ્રક્રિયામાં કર્યું.આનો આખો વિડિયો પણ તેણે અથવા તેની સાથેની કોઈ વ્યક્તિએ રેકોર્ડ કર્યો હતો. જે પછી તેણે તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
આ પણ વાંચો : MLA ગેનીબેન ઠાકોરે પોલીસ પર ફરી લગાવ્યા ગંભીર આક્ષેપ, જાણો શું કહ્યું
Uttar pradesh માં રીલ્સ બનાવના ચક્કરમાં યુવકે પેટ્રોલ પંપ પર જ બુલેટને નવડાવી પેટ્રોલથી….જુઓ વીડિયો#Uttarpradesh #Reels #Bullet #petrolpump #Gujarat #GujaratiNews #humdekhengenews
Video source: social media pic.twitter.com/zoZQSpt3Ni
— Hum Dekhenge News (@humdekhengenews) July 29, 2023
વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા
આ વીડિયો વાયરલ થયા બાદ તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો કહે છે કે તે ખૂબ જ ખતરનાક બની શકે છે, થોડી ભૂલથી બાઇકમાં આગ લાગી શકે છે, જેનાથી પેટ્રોલ પંપને પણ નુકસાન થઈ શકે છે. રીલના પ્રણયમાં મોટી દુર્ઘટના થઈ શકે છે. ઘણા લોકોએ તેને અમરોહા પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી છે. સાથે જ આ વીડિયોને ધ્યાને લેતા પોલીસ પણ એક્શનમાં આવી હતી. વીડિયોના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક સ્ટંટનો વિડીયો પણ વાયરલ
આ સાથે જ આ બુલેટ રાઇડરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સ્ટંટ કરતી વખતે રીલ બનાવે છે.વીડિયોમાં તે તેના મિત્ર સાથે ફ્રન્ટ વ્હીલ મડગાર્ડ પર બેસીને બુલેટ ચલાવતો જોવા મળે છે. આ વીડિયો 22 સેકન્ડનો છે. જે સંભલ-હસનપુર રોડનો હોવાનું કહેવાય છે. બંને વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં વરસાદી માહોલ વચ્ચે નીકળ્યું તાજીયાનું ભવ્ય જુલુસ