ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

એશિયા કપઃ ભારતીય મહિલા ટીમની સતત બીજી જીત, UAEને મોટી લીડથી હરાવ્યું

  • ભારત મોટી જીત સાથે સેમિફાઇનલમાં, UAE સામે રિચાની રેકોર્ડ બ્રેક ઇનિંગ, હરમનની જોરદાર ફિફ્ટી
  • મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ભારતીય ટીમે પ્રથમ વખત 200 રનનો આંક પાર કર્યો

ડેમ્બુલા (શ્રીલંકા), 21 જુલાઈ, 2024: ભારતીય મહિલા ટીમે સતત બીજી જીત સાથે એશિયા કપ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અગાઉ પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ આજે ભારતીય મહિલા ટીમે UAE સામે 78 રનની મોટી જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા રિચા ઘોષની તોફાની ફિફ્ટી અને હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપની ઇનિંગના બળે ભારતે UAE સામે 5 વિકેટે 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમ 7 વિકેટે 123 રન જ બનાવી શકી હતી.

મહિલા એશિયા કપમાં ભારતે રવિવારે UAE સામે મોટી જીત મેળવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ટોસ હાર્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માટે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ પછી અંતે રિચા ઘોષની વિસ્ફોટક ઈનિંગ ટીમને 201 રન સુધી લઈ ગઈ. આ મેચમાં સ્મૃતિ મંધાના માત્ર 13 રન બનાવી શકી હતી જ્યારે શેફાલી વર્માએ 37 રનનું યોગદાન આપ્યું હતું. 3 વિકેટ પડ્યા બાદ કેપ્ટન હરમનપ્રીતે 47 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી.

છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવતા રિચા ઘોષે માત્ર 26 બોલમાં 9 ફોર અને 1 સિક્સરની મદદથી તોફાની ફિફ્ટી ફટકારી હતી. રિચા મહિલા એશિયા કપના ઈતિહાસમાં T20 ફિફ્ટી ફટકારનારી પ્રથમ વિકેટકીપર બની હતી. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં 200 રન બનાવનાર પ્રથમ ટીમ બનીને ઈતિહાસ રચ્યો હતો.

યુએઈ સામે ભારતીય ટીમના 5 બોલરોએ વિકેટ લીધી હતી . દીપ્તિ શર્માએ 2 જ્યારે રેણુકા ઠાકુર, તનુજા કંવર, પૂજા વત્રાકર અને રાધા યાદવે 1-1 વિકેટ લીધી હતી.

મહિલા ક્રિકેટ જીત - HDNews

એશિયા કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાન સામે 7 વિકેટે જીત મેળવી હતી. ભારતની શાનદાર બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ માત્ર 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ પ્રથમ વિકેટ માટે 85 રન ઉમેરીને મેચ લગભગ સમાપ્ત કરી દીધી હતી. શેફાલી 40 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી જ્યારે સ્મૃતિ 45 રન બનાવીને આઉટ થઈ હતી. ભારતે 14.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. UAE સામે 201 રન બનાવ્યા બાદ, ભારતે 78 રને વિજય નોંધાવ્યો અને સેમિફાઇનલમાં પોતાની ટિકિટ મેળવી લીધી.

આ પણ વાંચોઃ “ભ્રષ્ટાચારના સરતાજ…શરદ પવાર”: પૂણે ભાજપના અધિવેશનમાં અમિત શાહે વિપક્ષોની કરી ધોલાઈઃ જૂઓ વીડિયો

Back to top button