ટ્રેન્ડિંગસ્પોર્ટસ

હરમનપ્રીત કૌરે પકડેલા કેચનો વીડિયો વાયરલ, જુઓ કેવી રીતે બે આંગળીઓમાં ફસાયો બોલ

Text To Speech

મુંબઈ ઈન્ડિયન્સની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર કેચ પકડ્યો હતો. વિમેન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈની કેપ્ટને શાનદાર કેચ પકડ્યો હતો. તેના કેચનો વીડિયો WPLના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટની 15મી મેચ રમાઈ રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ તેની છઠ્ઠી મેચ રમી રહી છે. ટીમે છેલ્લી પાંચ મેચમાં સતત જીત મેળવી છે.

બે આંગળીઓમાં ફસાયો બોલ

WPL દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે મુંબઈ ઈન્ડિયન્સની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર સ્લિપ પર ફિલ્ડિંગ કરતી જોવા મળી હતી. યુપી વોરિયર્સની ખેલાડી દેવિકા વૈદ્યએ ડ્રાઈવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની બહારની કિનારી લઈને સ્લિપમાં હરમનપ્રીત કૌર તરફ ગયો. બોલ તેનાથી દૂર હોવા છતાં પણ હરમનપ્રીતે શાનદાર ડાઈવિંગ કરીને એક હાથે કેચ પકડ્યો હતો.

કેચ પકડ્યા બાદ તે બોલને પોતાની બે આંગળીઓ વચ્ચે પકડીને જતી જોવા મળી હતી. જેના કારણે દેવિકા વૈદ્ય 7 બોલમાં 1 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ ઘટના બીજી ઈનિંગની બીજી ઓવરના પહેલા બોલ પર બની હતી. મુંબઈ ઈન્ડિયન્સમાંથી હેલી મેથ્યુઝ બોલિંગ કરી રહી હતી.

Back to top button