IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

SRH vs CSK: હૈદરાબાદએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

હૈદરાબાદ, 05 એપ્રિલ: IPL 2024ની 18મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમો સામ સામે છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદએ ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (W), અબ્દુલ સમદ, નીતિશ રેડ્ડી, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (C), જયદેવ ઉનડકટ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન

ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઇંગ ઇલેવન:રુતુરાજ ગાયકવાડ(C), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, મોઈન અલી, ડેરીલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની(W), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ થીક્ષાના

પીચ રિપોર્ટ

હૈદરાબાદ અને ચેન્નાઈ (SRH vs CSK) વચ્ચેની રોમાંચક મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેદાનની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ ગણાય છે. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર ચોગ્ગા-છગ્ગાનો પુષ્કળ વરસાદ થાય છે અને ઘણા રન બને છે. હૈદરાબાદના ખેલાડીઓએ મુંબઈ સામે 277 રન બનાવ્યા હતા. આ સાથે જ મુંબઈએ પણ લક્ષ્યનો પીછો કરતા 246 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ઋષભ પંત પર પ્રતિબંધનો ખતરો! BCCIએ સમગ્ર ટીમને લાખોનો દંડ ફટકાર્યો, જાણો

Back to top button