હાર્ટ એટેકનું રિસ્ક ક્યાંક તમને તો નથી ને? સુષ્મિતાના ડોક્ટરે જણાવી ખાસ વાતો
સુષ્મિતા સેન હાર્ટ એટેક સર્વાઇવર છે. હાર્ટ એટેક બાદ તે ખુબ જલ્દી રિકવર થઇ ચુકી છે. તે સર્જરી બાદ એક્સર્સાઇઝ કરતી દેખાઇ રહી છે. તેણે લેકમે ફેશન વીકમાં હાર્ટની સર્જરી બાદ રેમ્પ વોક પણ કર્યુ છે. નાણાવટી હોસ્પિટલમાં સુષ્મિતા સેનની એન્જિયોપ્લાસ્ટી પણ થઇ હતી. તેનો ઇલાજ કરી રહેલા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજીવ ભાગવતે તેની બિમારી પર વાત કરી. સુષ્મિતાના હાર્ટએટેકથી મળનારી સૌથી મોટી શીખ અંગે તેમણે જણાવ્યુ. તેમણે કેટલીક એવી વાતો પણ શેર કરી, જેની પર જનરલી લોકોનું ધ્યાન જતુ નથી અને તે હાર્ટ એટેકનું કારણ બની જાય છે. અહીં આપેલી જાણકારી દરેક વ્યક્તિ માટે ખુબ મહત્ત્વની બની રહેશે.
કયા કારણોથી આવે છે હાર્ટ એટેક
સુષ્મિતા સેનને હાર્ટએટેર આવ્યો હોવાના સમાચાર 2 માર્ચના રોજ સામે આવ્યા. આ વાતથી દરેક વ્યક્તિ હેરાન પરેશાન થઇ ગઇ હતી. ફિટેસ્ટ ગણાતી આ અભિનેત્રીને હાર્ટએટેક દરેક વ્યક્તિ માટે ચોંકાવનારી બાબત હતી. હોસ્પિટલથી પરત આવ્યા બાદ તેણે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને ફેન્સ સાથે વાત કરી. તેમાં તેણે જણાવ્યું કે તેને 95 % બ્લોકેજ હતુ. સાથે એ પણ કહ્યું કે હાર્ટ એટેક હવે પુરુષો સુધી જ સીમિત નથી. સુષ્મિતાના ડોક્ટર રાજીવ ભાગવત પણ એ વાતથી સહમત છે.
શું કહ્યું ડોક્ટરે?
કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રાજીવ ભાગવતે કહ્યું કે આજે મહિલાઓ ચેલેન્જ અને જવાબદારીઓ લઇ રહી છે. તે ઓફિસ અને ઘર સંભાળી રહી છે. તેમની ખાવા-પીવાની આદતો પણ બદલાઇ રહી છે. આ કારણે મહિલાઓનો સ્ટ્રેસ પણ વધ્યો છે. બીજા રિસ્ક ફેક્ટર્સ ડાયાબિટીસ, હાયપર ટેન્શન, હાઇ કોલેસ્ટ્રોલ અને તમાકુ છે. જિનેટીક ફેક્ટર પણ જવાબદાર છે.
સુષ્મિતાના હાર્ટ એટેકથી મળ્યો મોટો મેસેજ
ડોક્ટર ભાગવતે જણાવ્યુ કે એક્ટિવ ફિઝિકલ લાઇફ વ્યક્તિને ખૂબ મદદ કરી શકે છે. તેનાથી વ્યક્તિ ચિંતા અને તણાવને સારી રીતે સહન કરી શકે છે. આ પ્રકારની ઘટનાઓમાં પણ જીત મળે છે. સુષ્મિતા ફિઝિકલી ખૂબ એક્ટિવ હતી, તેથી તેને ઓછુ ડેમેજ થયું. સુષ્મિતાના કેસથી સૌથી મોટો મેસેજ એ સામે આવ્યો છે કે ફિઝિકલી એક્ટિવ રહો.
ડેઇલી એક્સર્સાઇઝ ન કરો
સાથે સાથે એ વાત પણ સામે આવી છે કે રોજ એક્સર્સાઇઝ કરવી યોગ્ય નથી. વીકમાં માત્ર ત્રણથી ચાર દિવસ જ એક્સર્સાઇઝ કરો. કોઇ પણ વ્યક્તિએ એટલી એક્સર્સાઇઝ ન કરવી જોઇએ, જેમ કે તેણે ફિઝિકલ ટ્રેનર બનવું હોય. જો તમે પૂરતી ઉંઘ લીધા વિના સતત એક્સર્સાઇઝ કરો છો તો 100 ટકા તમારી હેલ્થને ખતરો છે.
ઓછુ સુવુ પણ છે ખતરનાક
કોઇ પણ વ્યક્તિએ રાતે 2 વાગ્યા સુધી જાગીને સવારે છ વાગે જીમમાં જવું હેલ્થ માટે ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે. દરેક વ્યક્તિએ આઠ કલાકની ઉંઘ પુરી કરવી આવશ્યક છે અને રાતની ઉંઘ રાતે જ થવી જોઇએ. દિવસે નહીં. એકધારી ઉંઘ અને સાઉન્ડ સ્લિપ પણ હેલ્થ માટે જરૂરી છે. જિમિંગ કોઇ ફેશન નથી. કોઇ પણ હેલ્ધી એક્ટિવીટી કરી શકો છો. વધુ પડતુ જિમિંગ નુકશાન પહોંચાડી શકે છે.
પેટની ચરબીથી વધે છે ખતરો
આખી દુનિયામાં પેટ પર ચરબીનો જાણે એક યુગ આવ્યો છે. ઇંસ્યુલિન પેટના ભાગ પર ગાઢુ થઇ જાય છે. આ ફેટ ઇન્સ્યુલિનનું સ્ટોર હાઉસ બની જાય છે. શરીરના બાકી ભાગને ઇંસ્યુલિન મળી શકતું નથી. અહીંથી રિસ્કની શરૂઆત થાય છે. કેટલાય એવા લોકો છે જેને પોતે ડાયાબિટીક હોવાની જાણ પણ નથી. કેટલાય લોકોને ખબર નથી કે તેમનું કોલેસ્ટ્રોલ લેવલ વધુ છે.
પ્રોટીન પાવડર અને વિટામીન ડી
કોઇ પણ વ્યક્તિએ પ્રોટીન પાવડર લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. જો તમારા પેરેન્ટ્સમાંથી કોઇને ડાયાબિટીસ હોય તો તમને ડાયાબિટીક થવાનું સૌથી મોટું રિસ્ક છે. ઉંઘની કમી અને વિટામીન ડીની કમી બે મોટા કારણો છે જેના કારણે ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે.
ક્યાંથી લેશો વિટામીન ડી
વિટામીન ડી સૌથી વધુ સુરજની રોશનીમાંથી લેવું જોઇએ. તે સૌથી નેચરલ રીત છે. કેલ્શિયમ અને વિટામીન ડી સપ્લિમેન્ટ્સનો વધુ ઉપયોગ ન કરવો જોઇએ. આપણે આખો દિવસ ઘર, ઓફિસ કે કારમાં બંધ રહીએ છે તેથી આપણને વિટામીન ડી મળતું નથી. આપણે આપણી લાઇફસ્ટાઇલ થોડી બદલવી જોઇએ.
આ પણ વાંચોઃ Oscars 2023 : રેડ કાર્પેટ પર દીપિકાએ મચાવી ધૂમ,જુઓ ફોટા