ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

શું તમે ટેટૂ બનાવવાનું વિચારી રહ્યા છો? જો હા તો આ આડઅસરો વિશે પણ એકવાર જાણીલો

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 16 જૂન: શરીર પર ટેટૂ બનાવરાવવું એ એક ફેશન ટ્રેન્ડ બની રહી છે. કૂલ દેખાવા માટે યંગસ્ટર્સ મોટાભાગે તેમના શરીરના જુદા જુદા ભાગો પર ટેટૂ બનાવરાવે છે. પરંતુ જો જો આ ફેશન ટ્રેન્ડ તમારા સ્વાસ્થ્યને ભારી ના પાડી જાય. કેમ કે સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ટેટૂ બનાવરાવવાથી ઘણી ગંભીર અને જીવલેણ બીમારીઓનું જોખમ વધી શકે છે.

સ્વાસ્થ્ય અને ત્વચા માટે હાનિકારક

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ટેટૂની શાહીમાં કાર્સિનોજેનિક રસાયણો હોઈ શકે છે જે તમારા સ્વાસ્થ્યને ખરાબ રીતે નુકસાન પહોંચાડી શકે છે. ટેટૂ કરાવતી વખતે ઉપયોગમાં લેવાતી સોય, ધાતુ અને શાહી પણ તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરી શકે છે. આ સિવાય ટેટૂની શાહીમાં મળતું એલ્યુમિનિયમ અને કોબાલ્ટ તમારી ત્વચાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

વધી શકે છે હેપેટાઇટિસ બીનું જોખમ

ટેટૂ કરાવવાને કારણે હેપેટાઇટિસ બીનું જોખમ ઘણી હદ સુધી વધી શકે છે. જો તમે ટેટૂ કરાવવાનું નક્કી કર્યું હોય, તો તમારે હેપેટાઇટિસ બી સામે રસી લેવી જ જોઇએ. ધ્યાન રાખો કે તમારી એક નાની ભૂલ તમારા જીવનને મોંઘી પડી શકે છે.

સ્નાયુઓને પણ થઈ શકે છે નુકસાન

ટેટૂને કારણે તમારા સ્નાયુઓને પણ નુકસાન થઈ શકે છે. કેટલીકવાર ટેટૂ બનાવવા માટે વપરાતી સોય શરીરમાં ઊંડે સુધી અડી જતી હોય છે, જેના કારણે તમારા સ્નાયુઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. તમારે ફેશનને ક્યારેય તમારા સ્વાસ્થ્યની ઉપરના માનવી જોઈએ.

ધ્યાનમાં લેવા જેવી બાબતો

જો તમે ટેટૂ કરાવવા જઈ રહ્યા છો, તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા શરીર ઉપર જ્યાં હોય તલ હોય ત્યાં તમારે ટેટૂ ન કરાવવું જોઈએ. ઓછા પૈસાના કારણે જેવી-તેવી જગ્યાએ ટેટૂ બનાવરાવવાની ભૂલ ન કરો. ટેટૂ કરાવવા માટે માત્ર નિષ્ણાતને જ પસંદ કરો. જો તમે ટેટૂ નિષ્ણાત દ્વારા ટેટૂ કરાવો છો, તો તે ટેટૂ મશીન અને ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓની સ્વચ્છતાનું ધ્યાન રાખશે, જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર બીજી કોઈ અસર નહીં થાય.

આ પણ વાંચો: એલ્યુમિનિયમ ફોઇલ કે બટર પેપર? શેમાં ખોરાક પેક કરવો વધુ ફાયદાકારક?

Back to top button