ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

એલ્યુમિનિયમ ફોઇલ કે બટર પેપર? શેમાં ખોરાક પેક કરવો વધુ ફાયદાકારક?

  • એલ્યુમિનિયમ ફોઇલ ફૂડ પેક કરવા માટે બટર પેપર કરતાં સસ્તો વિકલ્પ
  • મોટાભાગના ઘર કે નાસ્તાની લારીઓ પર વપરાય છે એલ્યુમિનિયમ ફોઇલ
  • આ બંને પેકેજિંગ પેપર ખોરાકને લાંબા સમય સુધી તાજા રાખવાનો કરે છે દાવો

HD ન્યૂઝ ડેસ્ક, 13 જૂન: લંચ પેક કરવું હોય તો મોટાભાગના લોકો એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો રોટલી કે પરાઠા પેક કરવા માટે પણ બટર પેપરનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફૂડ પેક કરવા માટે વપરાતું આ પેકેજિંગ પેપર તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં? બટર પેપર કરતાં એલ્યુમિનિયમ ફોઇલ ફૂડ પેક કરવા માટે સસ્તો વિકલ્પ છે, તેથી લોકો તેનો વધુ ઉપયોગ કરે છે. કિંમતમાં સસ્તા તો મળી રહે છે પરંતુ તે તમારા સ્વાસ્થય માટે સારુ નથી. તેમ છતાં જ્યારે પેકિંગની વાત આવે છે ત્યારે લોકો સૌથી પહેલા એલ્યુમિનિયમ ફોઈલ પસંદ કરે છે.

મોટાભાગના ઘરમાં બટર પેપર કરતાં એલ્યુમિનિયમ ફોઈલનો વધુ ઉપયોગ થાય છે. આ બંને પેકેજિંગ પેપર ખોરાકને લાંબા સમય સુધી તાજું રાખવાનો દાવો કરે છે, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ બંનેમાંથી કયું સારું છે તે જાણવું જરૂરી છે. ચાલો તો અમે તમને આજે જણાવીએ કે શું તમારે ફૂડ પેક કરવા માટે બટર પેપરનો કે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવો જોઈએ.

એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

જો તમે ખાવાનું પકવવા અથવા પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરો છો, તો એલ્યુમિનિયમના કણો તમારા ખોરાકમાં પ્રવેશી શકે છે. ખાસ કરીને જો તમે એલ્યુમિનિયમ ફોઇલમાં ખૂબ જ ગરમ ખોરાક અથવા વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ પેક કરો છો, તો લીચિંગનું જોખમ વધી જાય છે. ખૂબ જ ગરમ ખોરાકને કારણે એલ્યુમિનિયમમાં હાજર પ્લાસ્ટિકના કણો પીગળી જાય છે અને ખોરાકમાં ભળી જાય છે, જેનાથી ઘણા ગંભીર રોગોનું જોખમ વધે છે.

આ પણ વાંચો: ખોરાક અંગે ICMRએ જાહેર કર્યો રિપોર્ટ: 56% રોગોનું મૂળ કારણ આવ્યું બહાર, જાણો

બટર પેપરનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

બટર પેપરને રેપિંગ પેપર અથવા સેન્ડવીચ પેપર પણ કહેવામાં આવે છે, તે ખોરાકને પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલ કરતાં વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. ખરેખર, બટર પેપર સેલ્યુલોઝમાંથી બનાવવામાં આવે છે, તેની સાથે તે નોન-સ્ટીક પણ છે. મોટે ભાગે તેનો ઉપયોગ હોટલ અને મીઠાઈની દુકાનોમાં ખોરાક સ્ટોર કરવા માટે થાય છે. તે ખોરાકની નમીને જાળવી રાખે છે અને વધારાનું તેલ પણ શોષી લે છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી બટર પેપર એલ્યુમિનિયમ ફોઇલ કરતાં પણ વધુ સારો ઓપ્શન છે. તમે બટર પેપરમાં મસાલેદાર વસ્તુઓ, ખાટી વસ્તુઓ, પરાઠા, રોટલી સરળતાથી પેક કરી શકો છો. આટલું જ નહીં, તે એલ્યુમિનિયમ ફોઈલ કરતાં પણ વધુ તાપમાનનો સામનો કરી શકે છે, તેથી તમે તેમાં ગરમાગરમ રોટલી, પરાઠા પણ પેક કરી શકાય છે.

ખોરાક પેક કરવા માટે પ્લાસ્ટિકના બોક્સના બદલે કાચના બોક્સનો ઉપયોગ વધુ સારો

જો તમે સ્વાસ્થ્ય સારુ રાખવા ઈચ્છતા હોવ તો તમારે ખાદ્યપદાર્થો પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ઘટાડીને બટર પેપરનો ઉપયોગ કરવો જોઈએ, આ સાથે તમારા ખોરાકને પ્લાસ્ટિકના બોક્સને બદલે કાચના બોક્સમાં પેક કરવાની ટેવ પાડવી જોઈએ. તમારો ખોરાક પ્લાસ્ટિક સાથે રિએક્ટ કરી શકે છે. આ સિવાય તમે સિલિકોન કન્ટેનરનો પણ ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: અસ્તવ્યસ્ત ઘર બગાડી શકે છે મેન્ટલ હેલ્થ, કેમ વ્યવસ્થિત રાખવું જરૂરી?

Back to top button