ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવીડિયો સ્ટોરી

શું હાથમાંથી હોળીના રંગો દૂર નથી થઈ રહ્યા? આ ટ્રીક અજમાવો તરત જ હાથ ચમકશે

  • સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ હોળીના રંગોથી છૂટકારો મેળવવાની રીત જણાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ જોઈ રહ્યા છે

HD ન્યૂઝ ડેસ્ક, 26 માર્ચ: 25 માર્ચ 2024ના રોજ દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. બધાએ રંગોના આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો અને પોતાના પરિવારના સભ્યો, મિત્રો અને પડોશીઓને રંગો લગાવીને આ તહેવારને યાદગાર બનાવ્યો. પરંતુ હોળી રમ્યા બાદ મોટાભાગના લોકોને એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે તેમના શરીરમાંથી રંગો સરળતાથી દૂર થતા નથી. લોકો તેમના શરીરમાંથી રંગ દૂર કરવા માટે ઘણી કોશિશ કરે છે પરંતુ તેને દૂર કરવામાં સફળ થતા નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ હોળીના રંગોને સરળતાથી દૂર કરવાની રીત જણાવતો જોવા મળી રહ્યો છે. ચાલો તમે પણ આ વીડિયો જૂઓ અને હાથ પર લાગેલા રંગો એક ઝાટકે દૂર કરો.

હોળીના રંગ કેવી રીતે દૂર કરવા?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ હોળીના રંગો ઉતારવાની રીત સમજાવતો જોવા મળી રહ્યો છે. વ્યક્તિના હાથ પર રંગ હોય છે. તે રંગ દૂર કરવા માટે તે પોતાના હાથમાં થોડું શેમ્પૂ લે છે. આ પછી તે તેના પર લીંબુનો રસ નાખે છે અને પછી થોડો ઈનો પણ નાખે છે. આ પછી તે ત્રણેય વસ્તુઓને મીક્સ કરીને હાથ પર ઘસવા લાગે છે અને થોડી વાર પછી હાથ ધોઈ લે છે. વીડિયોમાં તેના બંને હાથમાંથી રંગ ગાયબ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિએ કહ્યું કે, હું આ જ કરું છું. મને જોઈને મારા મહોલ્લાના લોકો પણ આવું જ કરે છે. કારણ કે આ રીતથી હાથ પરનો રંગ તરત જ નીકળી જાય છે.

આ પણ વાંચો: 80 વર્ષથી નથી રમાતી આ ગામમાં રંગોની હોળી, જાણો શું છે તેની પાછળનું કારણ

અહીં જુઓ વાયરલ વીડિયો:

 

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X'(અગાઉના ટ્વિટર) પર @Masterji_UPWale નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘આ માણસને મેડલ આપો.’ સમાચાર લખાય છે ત્યાં સુધી 7 લાખ 44 હજાર લોકો વીડિયો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- ભાઈ, હું વધુ પ્રેરિત થયો છું, હું આવતીકાલે સવારથી તેનો ફેસવોશ તરીકે ઉપયોગ કરવાના મૂડમાં છું. અન્ય એક યુઝરે લખ્યું- મને લાગ્યું કે તે લેમોનેડ બનાવી રહ્યો છે. એક યુઝરે લખ્યું- આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ.

આ પણ વાંચો: બે હાથી વચ્ચે મહા યુદ્ધથી મચ્યો હડકંપ, ઉત્સવમાં સર્જાયો અફરાતફરીનો માહોલ, જૂઓ વીડિયો

Back to top button