ટ્રેન્ડિંગનેશનલ

બધી વંદેભારત એક્સપ્રેસનો રંગ એક હોય છે કે અલગ-અલગ? જાણો કેવી રીતે નક્કી થાય છે

નવી દિલ્હી: Vande Bharat Express: દેશમાં પોતાની તેજ રફતાર અને આધુનિક સુવિધાઓ માટે લોકપ્રિય બનેલી વંદે ભારત ટ્રેન હવે લોકોને પસંદ આવી રહી છે. ઘણા લોકોના મનમાં આ ટ્રેનના રંગને લઈને સવાલ હોય છે કે શું તેનો રંગ એક જ છે કે પછી રૂટ પ્રમાણે અલગ-અલગ રંગો નક્કી કરવામાં આવ્યા છે?

હાલમાં દેશભરમાં કુલ 78 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે, જે મુખ્યત્વે બે રંગોમાં ઉપલબ્ધ છે: સફેદ (White) અને કેસરિયો (Saffron).

સફેદ રંગ: જૂની પેઢીનું પ્રતિક

વંદે ભારતની શરૂઆતની ટ્રેન સફેદ રંગની હતી, જેમાં વાદળી રંગની પટ્ટીઓ હતી. સ્વચ્છ અને આધુનિક દેખાવ માટે સફેદ રંગની પસંદગી કરવામાં આવી હતી. દિલ્હી-વારાણસી અને દિલ્હી-કટરા જેવા પ્રારંભિક રૂટ પર આ સફેદ રંગની ટ્રેનો દોડાવવામાં આવી હતી.

કેસરિયો રંગ: નવી ઊર્જા અને માગનું પરિણામ

સમયની સાથે રંગોમાં બદલાવ આવ્યો. 2022માં જ્યારે બીજી જનરેશન વંદે ભારત ટ્રેનો આવી, ત્યારે તેમાં કેસરિયા (ઑરેન્જ) અને ગ્રે રંગનું સંયોજન અપનાવવામાં આવ્યું. આ રંગ વધુ ચળકતો અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો લાગે છે.

ઉદાહરણ તરીકે, કેરળના કાસરગોડ-તિરુવનંતપુરમ જેવા વ્યસ્ત રૂટ પર કેસરિયા રંગની ટ્રેનો દોડાવવામાં આવી હતી.

દક્ષિણ રેલવેના જણાવ્યા મુજબ, આ રંગ યાત્રીઓની વધતી માંગને કારણે પસંદ કરવામાં આવ્યો હતો.

રેલવેના મતે, સફેદ રંગ જૂની પેઢીનું પ્રતીક છે, જ્યારે કેસરિયો રંગ નવી ઊર્જા અને ગતિશીલતાનું પ્રતીક છે.

અન્ય ટ્રેનોમાં પણ કેસરિયો રંગ

વંદે ભારત ટ્રેન પછી શરૂ થયેલી અમૃત ભારત ટ્રેનનો રંગ પણ કેસરિયો જ છે. આ શ્રેણીની ટ્રેનમાં સફેદ રંગની એક પણ ટ્રેન હજી સુધી આવી નથી.

રેલવેનું લક્ષ્ય દેશમાં કુલ 400 વંદે ભારત ટ્રેનો લાવવાનું છે અને હાલમાં મુખ્યત્વે આ બે રંગોની જ ટ્રેન ચલાવવાની તૈયારી છે. રેલવે દ્વારા રંગોમાં સંભવિત ફેરફાર માટે લોકો પાસેથી સતત સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચને 2 લાખનો દંડ ફટકાર્યો, વોટર લિસ્ટમાં ડબલ એન્ટ્રીને લઈને લગાવી ફટકાર

આ પણ વાંચોઃ નોમિની બદલ્યા છતાં અલર રહેતી પત્ની પારિવારિક પેન્શનની હકદાર, બોમ્બે હાઇકોર્ટનો મહત્ત્વનો નિર્ણય

Back to top button