Aravalli : ગરમી વચ્ચે અરવલ્લીમાં માવઠું: પાકને નુકસાન થવાની ભીતિ

Unseasonal rains in Aravalli : અરવલ્લી જિલ્લામાં 5 મેની વહેલી સવારથી હવામાનમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતનો અનુભવ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના અનેક વિસ્તારોમાં માવઠું નોંધાયું છે.
જિલ્લાના માલપુર, મેઘરજ, શામળાજી અને મોડાસા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. Shamlaji સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મોડાસાના નાદિસણ ગામ અને મેઘરજ-ઇસરી, રેલ્લાવાડા, જીતપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટાં પડ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અસહ્ય ઉકળાટ બાદ આ અચાનક આવેલા માવઠાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેતરમાં ઉભા મકાઈ, બાજરી અને ઘાસચારા જેવા પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજી તરફ, હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ગરમીનો પ્રભાવ યથાવત રહેશે.અમદાવાદમાં આજે તાપમાન 41°C સુધી પહોંચી શકે છે, જે રાજ્યમાં સૌથી વધુ ગણાશે. ઉપરાંત રાજકોટ અને ગાંધીનગરમાં પણ પારો 40°C સુધી પહોંચી શકે છે.
વડોદરા, ભાવનગર અને ડીસામાં તાપમાન લગભગ 39°C રહેવાની સંભાવના છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સુરત, પોરબંદર અને દ્વારકામાં તાપમાન 31°C થી 34°C વચ્ચે રહેતા ગરમીનો પ્રભાવ થોડો ઓછો રહેશે.
હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી લોકોમાં રાહતનો માહોલ છે, પરંતુ આવનારા દિવસોમાં ગરમી ફરી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : TVKની ઐતિહાસિક જીત: વિજયે ડ્રાઈવરના દીકરાને ટિકિટ આપીને DMKને આપી કરારી હાર












