ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

રાજ્યમાં નવ નિયુક્ત ૪,૧૫૯ યુવા કર્મીઓને નિમણૂક પત્ર એનાયત

  • નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા નવનિયુક્ત પંચાયત કર્મીઓને CMનું આહવાન
  • ગુડ ગવર્નન્સમાં ગુજરાતની અગ્રેસરતા તમારા સેવા ભાવથી વધુ ઉજાગર કરજો : મુખ્યમંત્રીનું નવા યુવા કર્મીઓને માર્ગદર્શન
  • ૨૦૪૭ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બનો : CM

ગાંધીનગર : રાજ્યમાં ૩,૦૧૪ તલાટી કમ મંત્રી સહિત ૪,૧૫૯ નવ નિયુક્ત યુવા કર્મીઓને CMના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરવાનો સમારોહ સોમવારે ગાંધીનગરમાં યોજાયો હતો. જ્યાં નાનામાં નાના-છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પના સંવાહક બનવા નવનિયુક્ત પંચાયત કર્મીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે “ નવ નિયુક્ત યુવા કર્મીઓ ગુડ ગવર્નન્સમાં ગુજરાતની અગ્રેસરતા તમારા સેવા ભાવથી વધુ ઉજાગર કરે, યોજનાઓનો ૧૦૦ ટકા લાભાર્થીઓને લાભ પહોંચાડી સેચ્યુરેશન પોઇન્ટ પાર પહોંચાડે, ૨૦૪૭ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બને તેવી આશા છે.”

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSC તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પસંદગી પામેલા ૩,૦૧૪ તલાટી કમ મંત્રી, ૯૯૮ જુનિયર ક્લાર્ક, ૭૨ નાયબ સેક્શન ઓફિસર, ૫૮ અંગ્રેજી સ્ટેનોગ્રાફર તથા ૧૭ હવાલદાર મળીને ૪,૧૫૯ નવ યુવાઓને સરકારી સેવામાં નિમણૂકના પત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં એનાયત કરાયા હતા.

યોજનાઓનો ૧૦૦ ટકા લાભાર્થીઓને લાભ પહોંચાડી સેચ્યુરેશન પોઇન્ટ પાર પાડીએ : CM

NIMANUK PATRO CM

મુખ્યમંત્રીએ કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય, શિક્ષણ સહિત સમાજ કલ્યાણની દરેક યોજનાઓથી છેવાડાના માનવી અને જરૂરતમંદ લોકોને ૧૦૦ ટકા આવરી લેવાનાં આપેલા સેચ્યુરેશન પોઇન્ટના લક્ષ્યાંકને પાર પાડવાનું સેવા દાયિત્વ આ નવ યુવા કર્મીઓએ નિભાવવાનું છે. સરકારી નોકરી, પદ કે હોદ્દાને માત્ર આર્થિક લાભ કે આધાર તરીકે જોવાને બદલે જન સેવાની મળેલી તક તરીકે સ્વીકારીને કાર્યરત રહેવાથી અન્યનું ભલું કરવાનો, સારું કરવાનો ભાવ આપોઆપ ઉજાગર થશે.

ગુડ ગવર્નન્સમાં ગુજરાતની અગ્રેસરતા નવ નિયુક્ત યુવા કર્મીઓની સેવા ભાવથી વધુ ઉજાગર થશે : મુખ્યમંત્રી

વધુમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શી અને અસરકારક કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરીને ગુડ ગવર્નન્સનું મોડેલ આપ્યું છે. ગુજરાતની આ ગુડ ગવર્નન્સ અગ્રેસરતાથી વિકાસની ગતિ વધુ સારી રીતે આગળ લઈ જવામાં પંચાયત સેવાના પાયાના કર્મચારી તરીકે નવનિયુક્ત કર્મયોગીઓની જવાબદારીઓ છે.”

૨૦૪૭ના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બનો :CM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાતથી રાષ્ટ્ર નિર્માણ યાત્રાના સહયોગી બનવાની પ્રેરણા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવા નવનિયુક્ત કર્મીઓને આપી હતી. તેમજ મુખ્યમંત્રીએ નવી નિમણૂક મેળવી રહેલા આ યુવા કર્મીઓને દિપાવલી પર્વના પ્રારંભિક દિવસોમાં આ રોજગાર અવસર આર્થિક ઉજાસનો આધાર બન્યો છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નિમણૂક પામી રહેલા કર્મયોગીઓને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ માટે ઊંચા લક્ષ્ય, નિષ્ઠા અને કર્તવ્ય પરાયણતાથી પ્રતિબદ્ધ રહેવાની શીખ આપતા કહ્યું કે, તમારા કામથી લોકો તમને યાદ કરવા જોઈએ.

આ પણ જુઓ :આનંદીબેન, ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોની હાજરીમાં સંડેરમાં ખોડલધામનું ભૂમિપૂજન

Back to top button