ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ હેઠળ રાજ્યમાં  1478 કરોડ કરતાં વધુ મૂડીરોકાણવાળા 22 મોટા એકમની અરજીઓ મંજૂર

  • ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર માટે ઉદ્યોગમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ  

ગાંધીનગર, 13 ઓગસ્ટ 2025: Industries Development મોટા ઉદ્યોગોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર આપવા અંગેની સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કુલ રૂ. 1,478.71 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 22 મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જેનાથી રાજ્યમાં અંદાજિત 4136 જેટલી નવી રોજગારીનું સર્જન થયું છે.

MSME સેક્ટરના આનુષંગિક ઉદ્યોગોને વધુ વેગ

ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે અધ્યક્ષસ્થાનેથી   જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં એક ઉદ્યોગ ફ્રેન્ડલી ઇકો સિસ્ટમનું નિર્માણ થયું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અંદાજે રૂ. 1,48,336.35 કરોડનું મૂડીરોકાણ તેમજ 1.65 લાખ કરતાં વધુ સીધી રોજગારીનું સર્જન થયું છે. જેના પરિણામે MSME સેક્ટરના નાના અને મધ્યમ કક્ષાના આનુષંગિક ઉદ્યોગોને વધુ વેગ મળ્યો છે.

આ પણ વાંચો: કેબીસી 17: ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલા કર્નલ સોફિયા અને વ્યોમિકાના આવવા પર ટ્રોલિંગ

કચ્છ સહિત વિવિધ જિલ્લાઓના સેક્ટરને મંજૂરી

મંત્રી રાજપૂતે કહ્યું કે, તાજી મંજૂર કરવામાં આવેલી અરજીઓ પૈકી અમદાવાદ જિલ્લામાં મેટલ, પેપર, ફૂડ-એગ્રો, સિમેન્ટ-કોન્ક્રીટ સેક્ટરમાં રૂ. 383.91 કરોડ, કચ્છમાં મેટલ સેક્ટરમાં રૂ. 227.77 કરોડ, ભરૂચમાં કેમિકલ તથા સિરામિક સેક્ટરમાં રૂ. 218.88 કરોડ, મહેસાણામાં પેપર સેક્ટરમાં રૂ. 55.23 કરોડ, મોરબીમાં સિરામિક, મેટલ, પેપર, ટેક્ષ્ટાઇલ સેક્ટરમાં રૂ. 167.70 કરોડ, રાજકોટમાં મેટલ સેક્ટરમાં રૂ. 36.22 કરોડ, વલસાડમાં કેમિકલ, પ્લાસ્ટિક તથા પેપર સેક્ટરમાં રૂ. 359.47 કરોડ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં પેપર સેક્ટરમાં રૂ. 29.53 કરોડના મૂડીરોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ઉદ્યોગોને વધુને વધુ સક્ષમ બનાવવા તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગુજરાતમાં રોજગારી વધારવામાં મહત્વનો ભાગ ભજવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સામાજિક અને આર્થિક વિકાસની દીવાદાંડી બનાવવાનું વિઝન

ગુજરાતને વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસની દીવાદાંડી બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક નીતી-2015 હેઠળ ‘ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. ગુજરાતને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રમાં અદ્યતન ટેક્નોલોજી અને ઈનોવેશનમાં અગ્રેસર કરવા, અત્યાધુનિક ટેક્નોલોજી સાથે મોટા પાયે રોકાણ આકર્ષિત કરવા તેમજ નવીન પ્રોજેક્ટ્સમાં રોકાણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

મોટા ઉદ્યોગો દ્વારા સારો પ્રતિસાદ

રાજ્યમાં આવનારા ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. સહાય આપવા અંગેની આ યોજના થકી ગુજરાત માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં રોકાણનું સૌથી આકર્ષક સ્થળ બન્યું છે, જેને મોટા ઉદ્યોગો દ્વારા સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ મિટિંગમાં ઉદ્યોગ-ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, વન-પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, શ્રમ-રોજગાર વિભાગના સચિવ ડૉ. વિનોદ રાવ, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: શું વાત કરો છો? કચ્છમાં પણ એક લાખથી વધારે બોગસ મતદારો?

આ પણ વાંચો: Breaking: મુસાફરોનો જીવ જોખમમાં મૂકી એર ઇન્ડિયાનું તકનિકી ખામીવાળું પ્લેન ભુજ આવ્યું, જુઓ VIDEO

Back to top button