વયોવૃદ્ધ ફેનને મળવા પહોંચી અનુપમા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

મુંબઈ, 10 જૂન 2025 : અનુપમા અત્યારે નંબર 1 શો છે. આ પાત્ર દ્વારા, પ્રખ્યાત ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ કરોડો દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. શાહરૂખ ખાનની ‘જવાન’ ફિલ્મમાં પોતાની ટેલેન્ટ બતાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીના નાની અનુપમાના ફેન છે. અનુપમા પ્રત્યેનો નાનીનો પ્રેમ જોઈને, થોડા વર્ષો પહેલા વિરાજે તેના નાનીને રૂપાલી ગાંગુલી સાથે તેની સીરિયલના સેટ પર મુલાકાત પણ કરાવી હતી.
રૂપાલી વિરાજ ઘેલાનીના બીમાર નાનીને મળી
વિરાજના નાની 90 વર્ષના છે અને છે અને તેમની તબિયત ખૂબ જ ખરાબ છે. જ્યારે વિરાજે સોશિયલ મીડિયા પર તેના નાનીની તબિયત વિશે માહિતી પોસ્ટ કરી અને લખ્યું કે તેઓ ICU માંથી બહાર આવી ગયા છે, ત્યારે રૂપાલી તરત જ તેના ફેનને મળવા માટે વિરાજના ઘરે પહોંચી ગઈ.
View this post on Instagram
વિરાજ ઘેલાણીએ રૂપાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને કહ્યું કે, ‘મારા નાનીની તબિયત ખરાબ થયાના સમાચાર મળ્યા પછી, રૂપાલી ગાંગુલી સતત ફોન પર તેની સાથે વાત કરી રહી હતી અને મારા નાનીના સ્વાસ્થ્ય વિશે પણ પૂછી રહી હતી. એટલું જ નહીં રૂપાલી તેમના વ્યસ્ત શૂટિંગમાંથી સમય કાઢીને સીધા કાંદિવલી નાનીને મળવા આવ્યા’વિરાજે વધુમાં જણાવ્યું કે રૂપાલીને મળ્યા પછી મારા નાની નાના બાળક જેટલી ખુશ થઈ ગયા.
આ પણ વાંચો : રાજસ્થાનના ટોંકમાં મોટી દુર્ઘટના, નદીમાં નહાવા પડેલા 8 મિત્રો ડુબી ગયા












