IFFIમાં ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને ઇઝરાયેલી ફિલ્મ મેકરે પ્રોપેગેન્ડા ગણાવી, અનુપમ ખેરે કહ્યું- જૂઠાણાંનું કદ
પણજીઃ ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI)નું સમાપન થયું છે. IFFIની ક્લોઝિંગ સેરેમનીમાં તે સમયે વિવાદ સામે આવ્યો જ્યારે ફંકશન દરમિયાન ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પ્રોપેગેન્ડા અને વલ્ગર ગણાવવામાં આવી. ઇઝરાયેલી ફિલ્મ ડાયરેક્ટર નાદેવ લેપિડના પ્રોપેગેન્ડવાળા નિવેદન પર હવે સેલિબ્રિટિઝના રિએક્શન આવવા લાગ્યા છે. આ નિવેદન પર અભિનેતા અનુપમ ખેરે પોતાની પ્રતિક્રિયા આપી છે.
અનુપમ ખેરનું રિએક્શન
ધ કાશ્મીર ફાઈલ્સને પ્રોપેગેન્ડ ગણાવવા પર બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે- જૂઠાણાંનું કદ કેટલું પણ ઊંચુ કેમ ન હોય, સત્યની સામે હંમેશા નાનું જ રહે છે. આ સાથે જ અભિનેતાએ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં પોતાના રોલની ફોટોઝ પણ શેર કરી.
झूट का क़द कितना भी ऊँचा क्यों ना हो..
सत्य के मुक़ाबले में हमेशा छोटा ही होता है.. pic.twitter.com/OfOiFgkKtD— Anupam Kher (@AnupamPKher) November 28, 2022
ઇઝરાયેલી ફિલ્મ નિર્માતાએ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને પ્રોપેગેન્ડા ગણાવી
ઇઝરાયેલી ફિલ્મ ડાયરેક્ટરે ફિલ્મ મહોત્સવ પ્રોગ્રામ દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું હતું કે- તેઓ એ વાતથી પરેશાન અને હેરાન છે કેમકે ફિલ્મને કાર્યક્રમમાં દેખાડવામાં આવી હતી. નિર્માતાએ વધુમાં કહ્યું કે- આ બધું એક પ્રોપેગેન્ડા જેવું લાગી રહ્યું હતું. જે બાદ ઈન્ટરનેટ પર નોદેવ લેપિડનું આ નિવેદન જંગલની આગની જેમ ફેલાઈ ગયું.
એકટર દર્શન કુમારનું નિવેદન
ડાયરેક્ટરના નિવેદન બાદ ધ કાશ્મીર ફાઈલ્સ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું. જે બાદ ફિલ્મના મેકર્સ અને કલાકારો એમ એક એક કરીને તેમના નિવેદનો સામે આવવા લાગ્યા. એક્ટર દર્શન કુમારે પણ ઇઝરાયેલી ફિલ્મ નિર્માતાના નિવેદનની ટીકા કરતા કહ્યું કે આ તથ્યનો ઈનકાર ન કરી શકાય કે ધ કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મ છે જે એક સમુદાય અને કાશ્મીરી પંડિતોની દુર્દશા દેખાડે છે.