JEEની પરીક્ષા આપ્યા બાદ વધુ એક વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
- હૈદરાબાદમાં JEEની પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
- પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી JEEના પરીણામને લઈને ચિંતિત હતો
હૈદરાબાદ, 11 ફેબ્રુઆરી: હૈદરાબાદના એક વિદ્યાર્થીએ ગળે ફાસો લગાવીને જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થી ખાનગી રહેણાંક IIT કોચિંગ સંસ્થામાંથી અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીની ઉંમર 17 વર્ષ હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સંસ્થામાં લાંબા સમયથી આઈઆઈટી માટે કોચિંગ કરી રહેલા અન્ય વિદ્યાર્થીઓએ હોસ્ટેલના રૂમમાં પંખાથી વિદ્યાર્થીને લટકતો જોયો, તો તેઓએ તાત્કાલિક પ્રિન્સિપાલને ઘટનાની જાણ કરી. પ્રિન્સિપાલે વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
JEEના પરિણામને લઈને વિદ્યાર્થી ટેન્શનમાં હતો
માધાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થી આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાનો વતની છે. વિદ્યાર્થીના મિત્રો અને કોલેજ મેનેજમેન્ટ સાથેની વાતચીતના આધારે પ્રાથમિક તપાસ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ તાજેતરમાં IIT-જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) માટે પરીક્ષા આપી હતી. જ્યારે તેણે આન્સર કીના આધારે તેના માર્કસ તપાસ્યા ત્યારે તેને લાગ્યું કે તે આ વખતે પણ પરીક્ષામાં પાસ નહીં થઈ શકાય. પરીક્ષાનું નબળું પરિણામ આવવાના ડરને કારણે તે ખુબજ પરેશાન હતો અને તેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું જણાય છે. પોલીસે જણાવ્યું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: કારમાં અચાનક આગ લાગતાં 3 વર્ષનો બાળક દાઝ્યો, ઘટના સ્થળે જ થયું મૃત્યુ