ટ્રેન્ડિંગનેશનલ

કારમાં અચાનક આગ લાગતાં 3 વર્ષનો બાળક દાઝ્યો, ઘટના સ્થળે જ થયું મૃત્યુ

Text To Speech
  • ઘરની બહાર પાર્ક કરેલ કારમાં 3 વર્ષનું બાળક રમી રહ્યું હતું, અચાનક કારમાં લાગી આગ
  • કારમાં રમી રહેલા બાળકનું આગમાં દાઝી જવાથી થયું મૃત્યુ

મધ્યપ્રદેશ, 10 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક દુ:ખદ ઘટના બની છે, કારની અંદર રમી રહેલું એક બાળક અચાનક કારમાં આગ લાગવાથી તે બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મામલો અમરવાડાના સજવા ગામનો છે. અહીં જીવન વિશ્વકર્માનો 3 વર્ષનો પુત્ર અભિષેક કારમાં એકલો રમી રહ્યો હતો, આ બાળક સિવાય કારની આજુ બાજુ કોઈ જ ન હતું, આવા સમયે કારમાં અચાનક આગ લાગી હતી અને આગમાં આ બાળક ખરાબ રીતે દાઝી ગયું હતું, જેના કારણે માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું.

પડોશીઓએ સળગતી કાર જોઈ

ઘર આગળ પડેલી કારમાં આગ લાગી ત્યારે પરિવારના સભ્યો આસપાસ ન હતા. જ્યારે પડોશીઓએ જોયું કે કાર સળગી રહી છે, ત્યારે તેઓએ આગને ઓલવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં સુધીમાં માસૂમ બાળક ખરાબ રીતે દાઝી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

કાર ભંગાર હાલતમાં પડી હતી, છતાં આગ કેવી રીતે લાગી?

અભિષેકના પાડોશીઓનું કહેવું છે કે આ કાર ઘણા મહિનાઓથી અહીં જ પડી છે અને લગભગ ભંગાર હાલતમાં જ પડી હતી, પછી તેમાં આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય છે. વિસ્તારમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: મિથુન ચક્રવર્તીને ફિલ્મ શૂટિંગ દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં દાખલ

Back to top button