જાપાનમાં ફરી ભૂકંપના જોરદાર ઝટકા, લોકો ઘરોની બહાર દોડ્યા

Earthquake In Japan: જાપાનમાં ફરી એકવાર ભૂકંપની જોરદાર આંચકાઓ અનુભવાયા છે. સોમવાર વહેલી સવારે ઉત્તર જાપાનના વિસ્તારમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો અને ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, આ ભૂકંપ હોક્કાઇડો નજીક આવેલા સારાબેત્સુ શહેરથી લગભગ 18 કિલોમીટર પશ્ચિમ તરફ નોંધાયો હતો. ભૂકંપની ઊંડાઈ આશરે 81 કિલોમીટર હોવાનું જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સ્થાનિક સમય મુજબ સવારે અંદાજે 5:24 વાગ્યે ધરતી ધ્રુજી ઉઠી હતી. ઘણા વિસ્તારોમાં ઝટકા એટલા જોરદાર હતા કે લોકોને ઊભા રહેવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક સ્થળોએ ઘરગથ્થુ સામાન પડી જવાની ઘટનાઓ પણ સામે આવી છે.
જાપાન હવામાન વિભાગે આ ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરી નથી, જેના કારણે લોકોને થોડો રાહતનો શ્વાસ મળ્યો છે. તેમ છતાં અધિકારીઓએ સાવચેતી રાખવા અને આફ્ટરશોક્સ માટે તૈયાર રહેવા અપીલ કરી છે.
વિશેષજ્ઞો જણાવે છે કે જાપાન પેસિફિક “રિંગ ઓફ ફાયર” વિસ્તારમાં આવેલો દેશ હોવાથી અહીં વારંવાર ભૂકંપ આવે છે. તેથી જાપાનમાં મજબૂત ઇમારતો, એલર્ટ સિસ્ટમ અને આપત્તિ વ્યવસ્થાપન પર ખાસ ભાર મૂકવામાં આવે છે.
ગયા અઠવાડિયે પણ ઉત્તર જાપાન નજીક 7.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના પગલે થોડા સમય માટે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
ફરી એકવાર આવેલા આ ભૂકંપે જાપાનના લોકોને ચિંતામાં મૂકી દીધા છે, જોકે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો : ઈરાને પાકિસ્તાન પર ઉઠાવ્યા સવાલ, મધ્યસ્થ ભૂમિકાને ઝટકો












