ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પુણે પોર્શ કેસમાં વધુ એક ઘટસ્ફોટ: આરોપીના બ્લડ સેમ્પલ સાથે થઈ છેડછાડ, 2 ડોક્ટરની ધરપકડ

  • 2 ડોક્ટર સહિત અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી 

પુણે, 27 મે: પુણેમાં પોર્શ કાર અકસ્માત કેસમાં વધુ એક મોટું અપડેટ બહાર આવ્યું છે. પોલીસે કાર્યવાહી કરી સસૂન હોસ્પિટલના બે ડોક્ટરોની ધરપકડ કરી છે. તેમના પર આરોપી સગીરના બ્લડ રિપોર્ટ સાથે ચેડાં કરવાનો આરોપ છે. આ ડોકટરોના નામ ડો. શ્રીહરિ હાર્લર અને ડો. અજય તાવરે છે. લાંબી પૂછપરછ બાદ બંને તબીબોની ધરપકડ કરવામાં આવી હતી.

 

આરોપ છે કે, પુણેની સસૂન હોસ્પિટલના ડૉક્ટરે સગીરનું બ્લડ સેમ્પલ બદલ્યું હતું. અકસ્માત સર્જનાર સગીરને તબીબી તપાસ માટે પુણેની સસૂન સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન બાળકના પરિવારજનોએ ડોક્ટરને પૈસાની લાલચ આપી હતી. ડૉ. અજય તાવરે સસૂન હૉસ્પિટલમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજીના વડા છે, જ્યારે ડૉ. શ્રીહરિ હરલોલ ઈમરજન્સી વિભાગમાં ચીફ મેડિકલ ઑફિસર છે.

પોર્શ કારે બે લોકોને કચડી નાખ્યા

હકીકતમાં, 19 મેના રોજ સવારે 3:30 વાગ્યાની આસપાસ, નશામાં ધૂત સગીર આરોપીએ તેની લક્ઝુરિયસ પોર્શ કારથી બે બાઇક સવારોને કચડી નાખ્યા હતા, જેના પરિણામે તેઓ મૃત્યુ પામ્યા હતા. શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે, આરોપીએ દારૂ પીધો ન હતો, પરંતુ સીસીટીવી ફૂટેજમાં તે તેના મિત્રો સાથે બારમાં દારૂ પીતો જોવા મળ્યો હતો.

કેસમાં આરોપીના દાદાની પણ ધરપકડ

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 9ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીના દાદા, પિતા અને બે ડોક્ટરનો સમાવેશ થાય છે. તેમાં પબના માલિક, બે મેનેજર અને બે સ્ટાફ મેમ્બરનો પણ સમાવેશ થાય છે. તેમની ઓળખ કોજી રેસ્ટોરન્ટના માલિક પ્રહલાદ ભુતડા, તેના મેનેજર સચિન કાટકર, બ્લેક ક્લબ હોટલના મેનેજર સંદીપ સાંગલે, તેમના સ્ટાફ જયેશ બોનકર અને નિતેશ શેવાની તરીકે કરવામાં આવી છે. આ તમામ પર સગીર આરોપીઓને દારૂ પીરસવાનો આરોપ છે.

ડ્રાઈવર પર આરોપ લેવાનું દબાણ

પોર્શે કાર અકસ્માત કેસમાં અન્ય એક ઘટસ્ફોટ એ છે કે, સગીર આરોપીની માતાએ પણ ડ્રાઇવરને દોષ પોતાના માથે લેવા કહ્યું હતું. અગાઉ એવું બહાર આવ્યું હતું કે, સગીરના દાદાએ ડ્રાઈવર પર દબાણ કર્યું હતું અને તેને દોષનો ટોપલો પોતાના માથે લેવા કહ્યું હતું. આ પછી આરોપીના પિતા પણ આમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. હવે બહાર આવ્યું છે કે, આરોપી છોકરાની માતાએ પણ ડ્રાઈવર સાથે ભાવનાત્મક વાત કરીને તેને દોષ પોતાના પર લેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ જુઓ: રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં પડઘા, ગેમઝોન-મેળા બંધ થયા

Back to top button