ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશના ગદ્દારો: પંજાબમાંથી વધુ એક પાકિસ્તાની જાસૂસ ઝડપાયો, જ્યોતિ મલ્હોત્રા સાથે છે ખાસ કનેક્શન

મોહાલી, 4 જૂન, 2025: another pakistani spy arrested પંજાબમાં છુપાયેલા પાકિસ્તાની જાસૂસો પર પોલીસ સતત ગાળીઓ કસી રહી છે. જાસૂસના આરોપમાં રુપનગરથી જસબીર સિંહ નામના વધુ એક યૂટ્યૂબરની ધરપકડ થઈ છે. જસબીર જાન મહલ નામની એક યૂટ્યૂબ ચેનલ ચલાવતો હતો. તે જ્યોતિ મલ્હોત્રાની jyoti malhotra સાથે સંપર્કમાં હતો. જાણકારી અનુસાર, તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ઓફિસર શાકિર જટ્ટ રંધાવાના સંપર્કમાં હતો. તે ભારતની ગુપ્ત જાણકારી આઈએસઆઈ એજન્ટ દ્વારા પાકિસ્તાન મોકલતો હતો.

જસબીર સિંહ પણ ત્રણ વાર પાકિસ્તાન જઈ ચુક્યો છે. તેના ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાંથી પાકિસ્તાનના કેટલા નંબર મળ્યા છે. જ્યોતિની માફક તેણે પણ દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈ કમિશનમાં કામ કરનારા દાનિશના નિમંત્રણ પર પાકિસ્તાન નેશનલ ડેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અહીં ઉલ્લેખનિય છે કે આ કાર્યક્રમ દિલ્હીમાં આવેલા પાકિસ્તાની એમ્બેંસીમાં થયો હતો. પંજાબની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલે યૂટ્યૂબર જસબીર સિંહની ધરપકડ કરી છે. તે મોહાલીથી રુપનગરના ગામ મહાલનનો રહેવાસી છે.

આ પણ વાંચો: Panchayat 4 OTT Release Date: ‘પંચાયત 4’ રિલીઝ ડેટ આવી ગઈ, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો

Back to top button