AMCની વધુ એક બેદરકારી: અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં રોડ પર ડામર પીગળ્યો
- રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યુ
- રોડ પીગળતા વાહનચાલકોને વાહન સ્લીપ થવાનો ભય
- AMC અધિકારીઓની રહેમ નજર હેઠળ બનતા રોડ હાલાકીના રોડ બન્યા
અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં જ ડામર પીગળવાની ઘટના બની છે. જેમાં મટિરિયલ નબળી ગુણવત્તાંનું હોઈ શકે છે. શહેરમાં બોડકદેવથી દૂરદર્શન ટાવરને જોડતા માર્ગ પર ડામર પીગળી રહ્યો છે. જેમાં અમદાવાદ મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: આજે RTO કચેરીમાં કામ માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો
AMC અધિકારીઓની રહેમ નજર હેઠળ બનતા રોડ હાલાકીના રોડ બન્યા
રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફરી ડામર પીગળવાની ઘટના સામે આવી છે. બોડકદેવથી દૂરદર્શન ટાવરને જોડતો રોડ હમણાં જ નવો બનાવવામાં આવ્યો છે અને આ રોડ પર ડામર પીગળી રહ્યો છે. તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગરમીની અસર શહેરમાં વર્તાઈ કે પછી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો તે જોવુ રહ્યું છે. AMC અધિકારીઓની રહેમ નજર હેઠળ બનતા રોડ હાલાકીના રોડ બન્યા છે.
આ પણ વાંચો: ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના આ 9 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ત્રણ વર્ષનો પ્રતિબંધ
રોડ પીગળતા વાહનચાલકોને વાહન સ્લીપ થવાનો ભય
શહેરમાં અરમીડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળતા ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સામે આવ્યો છે. હજુ તો ગરમી શરુ થઈ જ નથી તે પહેલા રોડ પીગળવા લાગ્યા છે. સામાન્ય ગરમીમાં રોડ પર ડામર પીગળવાની શરુઆત થતાં અનેક સવાલો થઈ રહ્યાં છે. રોડ પીગળતા વાહનચાલકોને વાહન સ્લીપ થવાનો ભય સતાવી રહ્યાં છે. તેમજ અકસ્માત થાય તો જવાબદારી કોની તે લોકોના મનમાં મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.