ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

અનિલ અંબાણી થયા ફરી સક્રિય, બનાવી રહ્યા છે એશિયાનો સૌથી મોટો BESS પ્રોજેક્ટ, રૂ. 10,000 કરોડના રોકાણની તૈયારી

નવી દિલ્હી, 3 મે 2025: અનિલ અંબાણી છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહ્યા છે, પરંતુ હવે તેઓ એકાએક સક્રિય થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અનિલ અંબાણીની રિલાયન્સ પાવરની કંપની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI)ની સાથે એક વીજ ખરીદ કરાર કર્યો છે. આ સમજૂતિ 25 વર્ષની છે.

કંપનીએ ગત શુક્રવારે જારી કરેલી એક યાદી અનુસાર આ સમજૂતિમાં 930 મેગાવોટ સોલર પાવર સામેલ છે. તેની સાથે 465 મેગાવોટ/1,860 MWhની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ-BESS પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ આગામી 24 મહિનાઓમાં તૈયાર થશે. તેમાં આશરે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. તેના માટે વીજળીની કિંમત યુનિટદીઠ રૂ. 3.53 નક્કી કરવામાં આવી છે.

આ સોદો દેશની ક્લિન એનર્જી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ સોદો મોટા પાયે અને વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ ખાસ છે. 930 મેગાવોટ ક્ષમતાને પહોંચી વળવા માટે, રિલાયન્સ એનયુ સનટેક 1,700 મેગાવોટથી વધુ સોલાર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરશે. તેમાં એક અદ્યતન એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ હશે. આ વિશ્વસનીય વીજ પુરવઠો સુનિશ્ચિત કરશે અને ગ્રીડ સ્થિર રહેશે. આ સોદો SECIના 17મી હરાજીમાં રિલાયન્સ NU સનટેકના વિજયને પગલે થયો છે. ડિસેમ્બર 2024માં યોજાયેલી આ હરાજીમાં રિલાયન્સ NU સનટેક સૌથી વધુ બોલી લગાવનાર કંપની તરીકે ઉભરી આવી હતી.

કંપનીએ બેંક ગેરંટી જમા કરાવી

કંપની પાસે 930 મેગાવોટ સોલર ક્ષમતા અને 465 મેગાવોટ/1,860 મેગાવોટ કલાક BESS છે. આ હરાજીમાં પાંચ મુખ્ય ઉર્જા કંપનીઓએ 2,000 MW સોલાર અને 1,000 MW/4,000 MWh BESS ક્ષમતા માટે ભાગ લીધો હતો. રિલાયન્સ પાવરે SECI પાસે રૂ. 378 કરોડની પર્ફોર્મન્સ બેંક ગેરંટી (PBG) પણ જમા કરાવી છે. આ રીતે હરાજી, એવોર્ડ અને કરાર પર હસ્તાક્ષરનું કામ માત્ર પાંચ મહિનામાં પૂર્ણ થયું છે. કંપની કહે છે કે આ દર્શાવે છે કે કંપની મોટા ઉર્જા પ્રોજેક્ટ્સ ઝડપથી અને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં સક્ષમ છે. આ અહેવાલને પગલે શુક્રવારે, બીએસઇ પર કંપનીના શેર લગભગ 4 ટકા વધ્યા હતા.

આ પણ વાંચોઃ

Back to top button