ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

આ દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, 16 વર્ષના કરિયરને અલવિદા કહેતા ભાવૂક થઈ ગયો

22 જૂન 2025: બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ મેચ ડ્રો રહી, જેમાં શ્રીલંકાને ચોથી ઇનિંગમાં 295 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પાંચમા દિવસે, શ્રીલંકા 4 વિકેટ ગુમાવીને 72 રન બનાવી શક્યું, પરિણામે મેચ ડ્રો રહી. આ મેચ સમાપ્ત થતાં જ, દિગ્ગજ ખેલાડી એન્જેલો મેથ્યુઝે રેડ-બોલ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી ઇનિંગમાં, મેથ્યુઝ ફક્ત 8 રન બનાવી શક્યો. અહીં ઉલ્લેખનિય છે કે મેથ્યુઝે તેની 119 મેચની ટેસ્ટ કારકિર્દીમાં 8 હજારથી વધુ રન બનાવ્યા હતા.

એન્જેલો મેથ્યુઝે પહેલાથી જ જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશ સામેની સિરીઝની પહેલી ટેસ્ટ તેની રેડ-બોલ કારકિર્દીની છેલ્લી મેચ હશે. તેણે પહેલી ઇનિંગમાં 39 રન બનાવ્યા. તેણે પહેલી ઇનિંગમાં તેની ટીમને 485 રન સુધી પહોંચવામાં મદદ કરી. તેને પહેલી ઇનિંગમાં મોમિનુલ હકે આઉટ કર્યો. બીજી ઇનિંગમાં, મેથ્યુઝ માત્ર 8 રન બનાવીને આઉટ થયો અને આ વખતે તેની વિકેટ તૈજુલ ઇસ્લામે લીધી હતી.

નિવૃત્તિ પર ભાવુક થયો મેથ્યુઝ

મેચ પછીના પ્રેઝન્ટેશનમાં એન્જેલો મેથ્યુઝ ભાવુક થયો હતો. તેણે કહ્યું, “આ સફર સરળ નહોતી, જેમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. મારા સાથી ખેલાડીઓના સમર્થનને કારણે જ હું આ સ્થાન સુધી પહોંચી શક્યો. હું ક્રિકેટના શ્રેષ્ઠ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, મને ટેસ્ટ ફોર્મેટ સૌથી વધુ ગમ્યું છે. હવે સમય આવી ગયો છે કે યુવા ખેલાડીઓ પોતાની જવાબદારી સમજે અને શ્રીલંકા ક્રિકેટને આગળ લઈ જાય.”

એન્જેલો મેથ્યુઝની ટેસ્ટ કારકિર્દી

એન્જેલો મેથ્યુઝે વર્ષ 2009 માં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 119 મેચની ટેસ્ટ કારકિર્દીમાં 8,214 રન બનાવ્યા હતા. બેટિંગ કરતી વખતે, તેણે રેડ બોલ ફોર્મેટમાં 16 સદી અને 45 અડધી સદી ફટકારી હતી. મેથ્યુઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મહાન ઓલરાઉન્ડર તરીકે પોતાનું નામ બનાવ્યું. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 33 વિકેટ પણ લીધી છે.

આ પણ વાંચો: ગજબ કેવાય! 1 મકાનના કારણે 74 કરોડના ખર્ચે બનતા પુલનું કામ લટકી ગયું, રાજનાથ સિંહે કર્યું હતું ઉદ્ધાટન

Back to top button