ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં વહેલી સવારે એન્કાઉન્ટર, પોલીસે 4 નક્સલીઓને ઠાર માર્યા

Text To Speech
  • લોકસભા ચૂંટણી પહેલા ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે મોટું એન્કાઉન્ટર

મુંબઈ, 19 માર્ચ: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આજે મંગળવારે સવારે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એક મોટું એન્કાઉન્ટર થયું હતું.  મહારાષ્ટ્ર પોલીસને નક્સલવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. મહત્ત્વનું છે કે, આ એન્કાઉન્ટર દરમિયાન 4 નક્સલવાદીઓ ઠાર માર્યા ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્ર પોલીસને બાતમી મળી હતી કે લોકસભાની ચૂંટણીમાં કોઈ મોટા અપરાધને અંજામ આપવા માટે નક્સલવાદીઓનું એક મોટું જૂથ ગઢચિરોલીના જંગલોમાં છુપાયેલું છે.

 

પોલીસે બાતમીના આધારે હાથ ધર્યું ઓપરેશન 

બાતમી મળ્યા બાદ, મહારાષ્ટ્ર પોલીસના વિશેષ C-60 કમાન્ડો અને CRPF કમાન્ડોએ જંગલ વિસ્તારમાં એક મોટું ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશનમાં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચેની અથડામણ લાંબા સમય સુધી ચાલુ રહી અને બાદમાં પોલીસે ઘટનાસ્થળેથી 4 નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ દરમિયાન પોલીસે નક્સલવાદીઓ પાસેથી AK 47 રાઈફલ સહિતના અનેક હથિયારો જપ્ત કર્યા છે.

આ પણ જુઓ: ભાજપમા ભૂકંપ: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું

Back to top button