રેલવે સ્ટેશનની TV સ્ક્રીન પર અચાનક પોર્ન ફિલ્મ શરુ થઈ ગઈ, જાણો પછી શું થયું…


બિહારના પટના રેલવે સ્ટેશન પર જાહેરાત માટે લાગેલા ટીવીમાં સ્ક્રીન પર જાહેરાતની જગ્યાએ એડલ્ટ ફિલ્મ ચાલતા જોવા જેવી થઈ હતી. ટીવીમાં પોર્ન ફિલ્મ જોઈ હજારો લોકોની આંખ શરમથી જુકી ગઇ હતી. આ પ્રકારના વીડિયો ચલાવામાં આવતા યાત્રીઓએ મામલાની ફરિયાદ પોલીસ GRP અને સુરક્ષા બળોને કરી હતી.
અધિકારીઓએ કોમ્યુનિકેશન એજન્સીનો સંપર્ક કર્યો
જીઆરપી દ્વારા કાર્યવાહી કરવામાં વાર લગાવતા એસઆરપીએફે સ્ક્રીન પર જાહેરાત ચલાવવા માટે જવાબદાર એજેન્સી દત્તા કોમ્યુનિકેશનનો સંપર્ક કર્યો હતો અને એજેન્સી સંચાલકોને કહ્યુ કે, મહિલાઓ અને બાળકો સામે અશ્લીલ ક્લીપનું પ્રસારણ બંધ કરો. ત્યાર બાદ રેલવે ધિકારઓ એકઅશનમાં આવ્યા હતા. દત્તા કોમ્યુનિકેશન સામે પ્રાથમિક ફરિયાદ દાખલ કરી હતી.
એજેન્સીને રેલવેએ બ્લેક લીસ્ટ કરી, દંડ પણ ફટકાર્યો
એજેન્સીને રેલવેએ બ્લેક લીસ્ટ કરી દીધી છે અને તેની દંડ પણ ફટકાર્યો છે. અહેવાલ છે કે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુત્રો અનુસાર , રેલવે અધિકારીઓએ રેલવે સ્ટેશન પર ટેલીવિઝન પર સ્ક્રીન પર જાહેરાત પ્રસારણ કરવા માટે એજેન્સીને કામ સોપ્યુ છે. રેલવે વિભાગ આ મામલે અલગથી તપાસ કરી રહી છે. આ વચ્ચે અધિકારીઓએ વીડિયો વિશેષ રૂપથી પ્લેટફોર્મ નં 10 પર ચલાવામા આવ્યો હતો.