ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુંબઈમાં એર હોસ્ટેસનું ગળું કાપીને હત્યા, શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથધરી

Text To Speech
  • મુંબઈમાં એર હોસ્ટેસનું ગળું કાપીને હત્યા
  • ફ્લેટમાંથી મૃતદેહ મળતા ચકચાર
  • પોતાની બહેન અને તેના મિત્ર સાથે રહેતી હતી

હાલ દેશભરમાં હત્યાના ગુનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં મુંબઈમાં એક એર હોસ્ટેસની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં છત્તીસગઢની રાજધાની રાયપુરની એક એર હોસ્ટેસની મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. જેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેના ફ્લેટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

એર હોસ્ટેસ તરીકે હાલમાં જ તેની પસંદગી થઈ
પ્રાપ્ત વિગતો અનુસાર,છત્તીસગઢની રાજધાની રાયપુરની એક એર હોસ્ટેસ રૂપલ ઓગરેની મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી.રૂપલ ઓગરે રાયપુરના રાજેન્દ્ર નગર વિસ્તારની રહેવાસી હતી. તે છેલ્લા કેટલાક સમયથી મુંબઈના અંધેરી સ્થિત એનજી કોમ્પ્લેક્સમાં તેની મોટી બહેન અને એક મિત્ર સાથે રહેતી હતી. ઘટના સમયે યુવતીની બહેન અને તેનો મિત્ર બંને પોતાના વતન ગયા હતા.રૂપલ ખાનગી એરલાઇન કંપનીમાં એર હોસ્ટેસ હતી. હાલમાં જ તેની પસંદગી કરવામાં આવી હતી. તે ત્યાં ટ્રેઈની તરીકે કામ કરતી હતી. મુંબઈ પોલીસે બિલ્ડિંગમાં કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરી છે.

પવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરાઈ હત્યા
આ અંગે મુંબઈ પોલીસના ડીસીપી દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે પવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બિલ્ડિંગના ફ્લેટમાંથી એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહને મોર્ચરીમાં મોકલી આપ્યો હતો. હાલ પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, યુવતી એર હોસ્ટેસ હતી.રૂપલ ઓગરે સોશિયલ મીડિયામાં સક્રિય હતી. તે અલગ-અલગ પ્રસંગોએ તેની તસવીરો પણ અપલોડ કરતી હતી.જેથી પોલીસે તમામ પાસાઓને લઈ હાલ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો : કેતકી વ્યાસના મળતિયાનો ઓડિયો થયો વાયરલ; કરોડોની મિલકતના ચોંકાવનારા ખુલાસા/હત્યાની આડકતરી ધમકી

Back to top button