ઉત્તર ગુજરાતગુજરાત

ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા જીપડાલુ, કાર અને ટ્રક સહિત ચાર વાહનો વચ્ચે અકસ્માત

Text To Speech

પાલનપુર 1 ફેબ્રુઆરી 2024 : ડીસા તાલુકાના ચોરા ગામ પાસે ચાર વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.ડીસા તરફથી એક ડમ્પર રેતી ભરીને ધાનેરા તરફ જઈ રહ્યું હતું અને ચોરા ગામ પાસેથી ડમ્પર પસાર થઈ રહ્યું હતુ તે સમયે અચાનક ડમ્પર ચાલકે બ્રેક મારતા પાછળથી આવી રહેલ કાર તેની પાછળ પીકઅપ જીપડાલુ અને તેની પાછળ ટ્રક ગુસી જતા ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો હતો.

આકસ્માતમાં જીપડાલુ અને ટ્રક વચ્ચે કાર ઘુસી જતા તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ કાર અને પિકઅપ જીપડાલાના માલિકને મોટુ નુક્સાન થવા પામ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકો તરત જ આવી પહોંચ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદના વેપારીને ભરોસો ભારે પડ્યો, કોરોનાકાળમાં ખરીદેલા 30 લાખના માસ્ક નકલી નીકળ્યા

Back to top button