નેશનલ

અમૃતપાલ સિંહ પોતાનો વેશ બદલીને નેપાળ થઈને પાકિસ્તાન જઈ શકે છે, BSF હાઈ એલર્ટ

છેલ્લા કેટલાક દિવસોથી ખાલિસ્તાનની માંગ સાથે સમગ્ર દેશમાં ચકચાર મચાવી દેનાર ખાલિસ્તાની સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના પ્રમુખ અમૃતપાલ સિંહ પોલીસને થાપ આપીને નેપાળ થઈને પાકિસ્તાન ભાગી શકે છે. ત્યારે પંજાબમાં BSF અને નેપાળ બોર્ડર પર હાઈ એલર્ટ મૂકવામાં આવ્યું છે. સુત્રો મુજબ વેશ બદલીને પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે પંજાબમાં હાઈ એલટ કરી દેવામાં આવ્યું છે.

વેશ બદલીને પાકિસ્તાન જવાની તૈયારીમાં

ખાલિસ્તાનની માંગ સાથે આતંક મચાવનાર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ નેપાળ થઈને પાકિસ્તાન ભાગી જવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ પોતાનો વેશ બદલીને નેપાળ જશે અને ત્યારબાદ પાકિસ્તાન ભાગી જવાની તૈયારી કરી રહ્યો છે. પંજાબ પોલીસને શંકા છે કે અમૃતપાલ પાકિસ્તાન ભાગી જવા માટે પોતાનો વેશ (ગેટઅપ) બદલી શકે છે અને નવા લુકમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓને થાપ આપી ભાગવાનો પ્રયત્ન કરી શકે છે.

આ પણ વાંચો : ‘અમૃતપાલ સિંહના ISI સાથે સંબંધો છે’, પંજાબ પોલીસનો દાવો

પોલીસને ચકમો આપવા માટે અમૃતપાલ પોતાનો વેશ ધારણ કરે તે પહેલા જ તેની કેટલીક તસવીરો સુરક્ષા એજન્સીઓએ પંજાબ પોલીસ સાથે શેર કરી છે. અમૃતપાલ છેલ્લા કેટલાક વર્ષોમાં શીખ લુક સિવાય ઘણા અલગ-અલગ વેશ (ગેટઅપ)માં જોવા મળ્યો છે.

BSF અને SSBને એલર્ટ રહેવા સુચના

સૂત્રોનું માનીએ તો અમૃતપાલને પાકિસ્તાન ભાગી ન જાય તે માટે પંજાબ પોલીસની અપીલ પર કેન્દ્ર સરકારે BSFને પંજાબ ફ્રન્ટિયરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ રહેવા અને SSBને સતર્ક રહેવા સૂચના આપી છે. એ સાથે ભારત-નેપાળ સરહદ પર એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓને તેના પાકિસ્તાનની ISI સાથે જોડાણ હોવાના સંકેત મળ્યાં છે તેમજ તે નેપાળ થઈને પાકિસ્તાન જવાનો પ્રયત્ન કરી શકે છે.

આ પણ વાંચો : અમૃતપાલ પર કાર્યવાહીને લઈ ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, અત્યાર સુધીમાં 4 દેશોમાં પ્રદર્શન

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે જોડાણના સંકેત

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની પાકિસ્તાન ભાગી જવાની શક્યતા વધી ગઈ છે કારણ કે ગુપ્તચર એજન્સીઓને તપાસમાં ISI સાથે સંબંધ હોવાના સંકેત મળ્યા છે. ISI કથિત રીતે અમૃતપાલ સિંહને દેશ અને પંજાબમાં અશાંતિ ફેલાવવા માટે ફંડિંગ કરી રહી હતી. આ ઉપરાંત હવાલા સંબંધિત ધંધામાં સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ પર હુમલાનું એલર્ટ જાહેર

રવિવારે અમૃતપાલ સિંહના સમર્થકોએ દાવો કર્યો હતો કે પંજાબ પોલીસે તેમને પોતાની કસ્ટડીમાં રાખ્યા હતા. સમર્થકોએ દાવો કર્યો હતો કે પોલીસ અમૃતપાલનું એન્કાઉન્ટર કરવા માંગે છે. જો કે, પંજાબ પોલીસે સમર્થકોના દાવાઓને સદંતર ફગાવી દીધા હતા.

6 નજીકના મિત્રોની પોલીસે ધરપકડ કરી હતી

તમને જણાવી દઈએ કે પંજાબ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ‘વારિસ પંજાબ દે’ સંગઠનના 112 સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. આવા 6 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જે અમૃતપાલ સિંહના નજીકના ગણાય છે. જેમાં તેના કાકા અને ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. બંનેએ રવિવારે રાત્રે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

Back to top button