અમૃતપાલ સાધુના વેશમાં ભાગી શકે છે નેપાળ ! એલર્ટ જાહેર, ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ
‘વારિસ પંજાબ દે’નો ચીફ અમૃતપાલ સિંહની શોધમાં 6 રાજ્યોની પોલીસલાગેલી છે. તે છેલ્લે દિલ્હીમાં હોવાનું જાણવા મળ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે અમૃતપાલ સાધુના વેશમાં કાશ્મીરી ગેટની આસપાસ જોવા મળ્યો છે. ત્યારથી પંજાબ પોલીસ કાશ્મીરી ગેટ પર લાગેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરીને અમૃતપાલની હિલચાલ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમૃતપાલ સિંહની નવી તસવીર સામે આવી, મોટર વાહનમાં બાઇક લઈને જતો જોવા મળ્યો
ભારત-નેપાળની ગૌરીફંટા સરહદ પર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પોલીસને શંકા છે કે અમૃતપાલ દિલ્હીથી પડોશી રાજ્ય નેપાળ ભાગી જવાનો પ્રયાસ કરી શકે છે. જેના કારણે ભારત-નેપાળ બોર્ડર પર અમૃતપાલ અને તેના સહયોગીઓના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે અને ડોગ સ્કવોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે આસપાસના પોલીસ સ્ટેશનોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આવતા-જતા લોકોની કડક તપાસ કરવામાં આવી રહી છે.
ગુપ્તચર તંત્ર અને ડોગ સ્કોવોડ પણ તૈનાત
નેપાળની સરહદે આવેલા છેલ્લા ગામ મેલા ઘાટમાં તપાસ કરી રહેલા ઝાંકૈયા પોલીસ અધિકારીએ જણાવ્યું કે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આ ગુનેગારોને કોઈએ પણ પ્રકારની મદદ કે આશ્રય ન આપવો જોઈએ. મદદ કે આશરો આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે ઉધમ સિંહ નગર પોલીસ ફાઈવ સ્ટાર હોટલમાં પણ ચેકિંગ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમૃતપાલ સિંહનો નવો વીડિયો આવ્યો સામે, કપડા બદલી કારની આગળની સીટ પર બેસીને થયો ફરાર
G-20માં કોન્ફરન્સ રામનગરમાં યોજાવાની છે અને તેમાં ભાગ લેવા માટે વિદેશી મહેમાનો પંતનગર પહોંચશે. આ સ્થિતિમાં શીખ ફોર જસ્ટિસ તેનો વિરોધ કરશે તેવી માહિતી છે. G-20માં હાજરી આપવા આવનાર મહેમાનો 5 સ્ટાર હોટલમાં રોકાશે, જેથી પોલીસે હોટલમાં અમૃતપાલ અને તેના સાથીઓના ફોટા પાડીને તેમને એલર્ટ કર્યા છે. આ ઉપરાંત ગુપ્તચર તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને ડોગ સ્કોવોડને પણ ચેકિંગ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.