અમૃતપાલના એકસ્ટ્રા મેરીટલ અફેર્સ, બ્લેકમેઈલિંગ.. વોઈસ નોટથી ખુલ્યા રાઝ !
‘ખાલિસ્તાન’ની માંગણી કરનાર અમૃતપાલ સિંહ હાલ મોઢું છુપાવીને ભાગવા માટે મજબૂર છે. છેલ્લા 5 દિવસથી પંજાબ પોલીસ તેને શોધી રહી છે. ઘણા કેસોમાં આરોપી અમૃતપાલ સિંહ પોતાને શીખ સંત ગણાવે છે અને અલગ દેશની માંગ કરી રહ્યો છે. જો કે આ બધાની વચ્ચે એવા ઘણા સત્યો સામે આવ્યા છે જે ખરેખર આશ્ચર્યજનક છે. અમૃતપાલ સિંહ સોશિયલ મીડિયા પર ઘણી યુવતી અને પરિણીત મહિલાઓ સાથે ચેટ કરતો હતો. તે મહિલાઓને બ્લેકમેલ પણ કરતો હતો.
અલગતાવાદી અમૃતપાલ સિંહની ચેટ અને વૉઇસ નોટ્સ એક્સેસ કરવામાં આવી છે. 12 વૉઇસ નોટ્સમાં, અમૃતપાલ સિંહને એવું કહેતા સાંભળવા મળે છે કે તે મહિલાઓ સાથે કેઝ્યુઅલ સંબંધ બાંધવા માંગે છે. વૉઇસ નોટમાં તે કહે છે કે મહિલાઓ સંબંધોમાં ખૂબ જ ઝડપથી ગંભીર બની જાય છે. ત્રીજી વૉઇસ નોટમાં, અમૃતપાલ કહે છે કે “તે કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ બાંધવા માટે તૈયાર છે જ્યાં સુધી તેના લગ્નમાં કોઈ સમસ્યા ન આવે.”
‘આપણું હનીમૂન દુબઈમાં હશે’
અમૃતપાલ સિંહ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં મહિલા ફોલોઅર્સ સાથે નિયમિતપણે વાતચીત કરે છે. એક મહિલા સાથે ચેટ કરતી વખતે તેણે લખ્યું, “તો આપણું એક્સ્ટ્રા મેરિટલ અફેર કન્ફર્મ થઈ ગયુ? અને આપણું હનીમૂન દુબઈમાં હશે. મહિલાએ તેને જવાબમાં હસતા ઇમોજી મોકલ્યા. રિપોર્ટ્સ એમ પણ કહે છે કે વીડિયો કૉલ પર અમૃતપાલ સિંહે તેને કિસ પણ આપી હતી.
અમૃતપાલ સિંહ પોલીસને ચકમો આપીને ભાગી ગયો
તમને જણાવી દઈએ કે પંજાબ પોલીસે 18 માર્ચે’વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે એક જોરદાર ઓપરેશન શરૂ કર્યું હતું. 150 પોલીસની ગાડીઓના કાફલાએ અમૃતપાલ સિંહનો પીછો કર્યો, પરંતુ તે કોઈક રીતે પોલીસને ચકમો આપીને ભાગવામાં સફળ રહ્યો.માહિતી મુજબ અમૃતપાલ સિંહે દેશ છોડીને ભાગી જવાનો પ્લાન પણ બનાવ્યો હતો.
પંજાબ પોલીસે અમૃતપાલ સિંહના ઘણા સહયોગીઓની ધરપકડ કરી છે. અને સર્ચ અવિરત ચાલુ છે. અમૃતપાલને બચાવવામાં સૌથી મહત્વની ભૂમિકા 38 વર્ષીય પપનપ્રીત સિંહે ભજવી હતી. પપનપ્રીત સિંહ અમૃતપાલની નજીક છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પપનપ્રીત પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના પણ સંપર્કમાં હતો અને તેની પાસેથી સૂચનાઓ લઈ રહ્યો હતો.
અમૃતપાલ સિંહ ગયા વર્ષે ભારત આવ્યો
અધિકારીઓએ જણાવ્યું કે પપલપ્રીત સિંહને અમૃતપાલ સિંહનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તે અમૃતપાલ સિંહને વિવિધ મુદ્દાઓ પર સલાહ આપે છે. પપલપ્રીત ગયા વર્ષે ભારત પાછો આવ્યો ત્યારથી જ અમૃતપાલ સાથે કામ કરતો હતો. ભારત પરત ફર્યા પછી, અમૃતપાલે અભિનેતા દીપ સિદ્ધુ દ્વારા સ્થાપિત સંસ્થા ‘વારિસ પંજાબ દે’ની કમાન સંભાળી હતી. દીપ સિદ્ધુનું 2021માં રોડ એક્સિડેન્ટમાં મૃત્યુ થયું હતું.