અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ? મિડનાઇટ પોસ્ટ બાદ ફેન્સમાં ચિંતા, સોશિયલ મીડિયા પર ચર્ચા

Amitabh Bachchan admitted to hospital: અમિતાભ બચ્ચનની તબિયતને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવાઓ સામે આવી રહી હતી કે બિગ બી હોસ્પિટલમાં દાખલ થયા છે અને મંગળવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જોકે પરિવાર તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ તમામ અટકળો વચ્ચે અમિતાભ બચ્ચને 20 મેની મધરાતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટૂંકી પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું – “પિલોરી- બડુંબા.” આ પોસ્ટ બાદ ફેન્સ વધુ ચિંતિત બની ગયા હતા અને વિવિધ પ્રકારના અર્થ કાઢવા લાગ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઘણા યુઝર્સનું માનવું છે કે બિગ બીએ હેલિકોબેક્ટર પાયલોરી ઈન્ફેક્શન તરફ સંકેત આપ્યો હોઈ શકે છે. સામાન્ય ભાષામાં કેટલાક લોકો આ ઈન્ફેક્શનને પાયલોરી, પિલોરી અથવા બડુંબા તરીકે પણ ઓળખે છે. આ એક પ્રકારનું બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે, જેના કારણે પેટના ઉપરના ભાગમાં દુખાવો અને અપચાની સમસ્યા થઈ શકે છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું કે હોસ્પિટલમાં દાખલ થવાની ચર્ચાઓ કદાચ સંપૂર્ણ ખોટી નહોતી. તો કેટલાક લોકોએ બિગ બીને આરામ કરવાની સલાહ આપી હતી. એક યુઝરે લખ્યું કે, “સર, તમારી તબિયત બરાબર છે ને?” જ્યારે બીજા એક ફેને કહ્યું કે, “તમે બીમાર છો તો આટલી રાત્રે કેમ જાગી રહ્યા છો?”
T 5746 – पिलोरी – बड़ुंबा !!! ✏️
— Amitabh Bachchan (@SrBachchan) May 19, 2026
તાજેતરમાં ફિલ્મ જર્નાલિસ્ટ Vickey Lalwani એ પણ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે. તેમના જણાવ્યા મુજબ તેઓ હોસ્પિટલ સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી તેમને બિગ બી હોસ્પિટલમાં હોવાની માહિતી મળી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે Abhishek Bachchan પણ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ પહેલા 18 મેના રોજ પણ અમિતાભ બચ્ચને એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું – “જ્યારે બે લોકો લડે છે, ત્યારે ત્રીજો જીતે છે.” આ પોસ્ટ બાદ પણ સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.
હાલ બિગ બીની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ ફેન્સ સતત તેમના સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો : તમિલનાડુ: નવી સરકાર બનવાના 10 દિવસની અંદર CM વિજયની ખુરશી ડોલવા લાગી, આ પાર્ટીએ ટેકો પાછો ખેંચવાની ધમકી આપી












