ગુજરાતભરના નેફ્રોલોજિસ્ટ સરકાર સામે રાજ્યવ્યાપી આંદોલન પર ઉતર્યા છે. તેમણે ત્રણ દિવસ માટે ડાયાલિસીની સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.જેમાં 14થી 16 ઓગસ્ટ PMJAY હેઠળની ડાયાલિસિસ સારવાર બંધ રહેશે તેવું જાહેર કર્યું હતું. આ હડતાળને કારણે ડાયાલિસીસના દર્દીઓને હાલાકી ન પડે તે માટે ગુજરાત સરકારે તમામ તાલુકાઓમાં વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ચાલતા તમામ 280 કેન્દ્રોને મોડી રાત સુધી ચલાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં તમામ 280 કેન્દ્ર મોડી રાત સુધી ચલાવવા નિર્ણય
મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ડાયાલિસિસના ભાવમાં ઘટાડાને લઈ સરકાર અને ગુજરાત નેફ્રોલોજિસ્ટ એસોસિએશનને રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. નેફ્રોલોજીસ્ટ એસોસિએશને આજથી 16 ઓગસ્ટ સુધી હડતાળ પર છે. જેમાં રાજ્યના કુલ 102 જેટલા તબીબો જોડાઇ સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે.આ તબીબો ત્રણ દિવસ પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ રાખશે,પરંતુ માં કાર્ડ હેઠળ સારવાર નહિ કરે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે આ હડતાળને કારણે ડાયાલિસિસના દર્દીને હાલાકી ન પડે તે માટે ગુજરાત સરકારે તમામ તાલુકાઓમાં વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ચાલતા તમામ 280 કેન્દ્રોને મોડી રાત સુધી ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની એન્ડ ડાયાબિટીસ, આ કાર્યક્રમની નોડલ એજન્સી, તમામ કેન્દ્રોને ડાયરેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે તેઓ કોઈ પણ દર્દીને કોઈ સમસ્યાનો સામનો ન કરવા દે.તેમજ તેમણે લખ્યું છે કે કોઇ પણ ભોગે દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તેની જવાબદારી આપણા સૌની છે.
આ પણ વાંચો : કચ્છમાં ફરી આવ્યો ધરતીકંપ,જાણો કચ્છમાં વારંવાર કેમ આવે છે ભૂકંપના આંચકા
જાણો હડતાળ કરવાનું શું છે કારણ
PMJAY યોજનામાં ડાયાલિસિસની ફી સરકારે ઘટાડી છે, PMJAY ડાયાલિસિસનો દર રૂ. 2,300 થી ઘટાડીને રૂ.1,950 કરવાને કારણે નેફ્રોલોજી એસોસિએશન 16ઓગસ્ટ સુધી હડતાળ પર છે. ડાયાલિસિસનો દર રૂ.2,500 છે, જેમાં દર્દીઓ માટે રૂ. 300 છે.પરિવહન ભથ્થાનો સમાવેશ,એસોસિએશન વતી એવું કહેવામાં આવ્યું હતું કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો, 120 ડોકટરો PMJAYમાંથી પાછી ખેંચી શકે છે.
આ પણ વાંચો : પાલનપુર-અંબાજી હાઇવે પર ગંભીર અકસ્માત : 2 બાઈક સામસામે અથડાતા બેના મોત