ટ્રેન્ડિંગમનોરંજન

હાનિયા આમિરના વિરોધની વચ્ચે ભારતમાં આ પાકિસ્તાની એક્ટર્સના એકાઉન્ટ દેખાયા, કોણે ઓક્યુ હતું ઝેર?

  • દિલજીત દોસાંઝની ફિલ્મ સરદાર જી 3 માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની હાજરીને લઈને હોબાળો મચી ગયો છે

HD ન્યુઝ ડેસ્કઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન પ્રતિબંધિત કરાયેલા કેટલાક પાકિસ્તાની કલાકારોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતમાં ફરી દેખાવા લાગ્યા છે. આ સાથે કેટલીક યુટ્યુબ ચેનલ પણ અનબ્લોક કરવામાં આવી છે. બીજી તરફ ફવાદ ખાન, માહિરા ખાન અને હાનિયા આમિરના એકાઉન્ટ્સ હજુ પણ ભારતમાં દેખાતા નથી. પહેલગામ હુમલા પછી ભારત વિરુદ્ધ તેના પ્રતિભાવ પર ઝેર ઓકનાર માવરા હોકેનનું એકાઉન્ટ પણ દેખાવા લાગ્યું છે.

આ કલાકારોના એકાઉન્ટ્સ દેખાવા લાગ્યા

દિલજીત દોસાંઝની ફિલ્મ સરદાર જી 3 માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરની હાજરીને લઈને હોબાળો મચી ગયો છે. આ દરમિયાન કેટલાક પાકિસ્તાની કલાકારોના પ્રતિબંધિત એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલો ફરીથી દેખાવા લાગ્યા છે. ભારતમાંથી ઘણા લોકો આ અંગે ટ્વિટ કરી રહ્યા છે. અનબ્લોક કરાયેલા એકાઉન્ટ્સમાં માવરા હોકેન (હુસૈન), યુમના ઝૈદી, અહદ રઝા મીર, દાનનીર મોબીન જેવા નામ શામેલ છે. જોકે ભારતમાં લોકપ્રિય રહેલા કલાકારો જેમ કે હાનિયા આમિર, ફવાદ ખાન અને માહિરા ખાનના એકાઉન્ટ્સ હજુ પણ બ્લોક છે.

માવરાએ શું કહ્યું હતું?

માવરા હોકેને હર્ષવર્ધન રાણે સાથે ફિલ્મ ‘સનમ તેરી કસમ’માં કામ કર્યું છે. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી. જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલગામમાં ભારતીય લોકો પર હુમલો કર્યો ત્યારે માવરાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે ભારતે પાકિસ્તાનના હુમલાનો જવાબ આપ્યો ત્યારે માવરાએ ભારતને ‘કાયર’ ગણાવ્યું હતું.

આ પણ વાંચોઃ દિકરીના ડેબ્યૂ પર ભાવુક થયો સંજય કપૂર, Aankhon Ki Gustaakhiyan માટે કહ્યું, આજે પહેલીવાર નર્વસ

Back to top button