ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકા : ન્યૂયોર્કની શાળાઓમાં દિવાળી પર રજા કરાઈ જાહેર

Text To Speech

New York : અંધકાર પર પ્રકાશના વિજયની યાદમાં દર વર્ષે હજારો ન્યૂ યોર્કવાસીઓ દિવાળીની ઉજવણી કરે છે, મેયર એડમ્સ  દ્વારા ન્યુ યોર્ક શહેરમાં દિવાળી શાળાની રજા જાહેર કરવામાં આવી છે.

“દિવાળીને શાળાની રજા બનાવવાની લડાઈમાં એસેમ્બલીના સભ્ય @JeniferRajkumar અને સમુદાયના નેતાઓ સાથે ઉભો રહેવા બદલ મને ખૂબ ગર્વ છે. મને ખબર છે કે તે વર્ષની થોડી વહેલી છે, પણ: શુભ દિવાળી!.” મેયરે ટ્વિટર પર લખ્યું.

શું કહ્યું મેયર એરિક એડમ્સેએ ?

ન્યૂ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સે સોમવારે જાહેરાત કરી હતી કે દિવાળી, પ્રકાશનો તહેવાર, હવે ન્યૂ યોર્ક સિટીની શાળાઓમાં રજા રહેશે. ન્યુયોર્કના હજારો રહેવાસીઓ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા દર વર્ષે દિવાળી ઉજવે છે. અમેરિકાની સૌથી મોટી શાળા પ્રણાલીમાં દિવાળીને રજા તરીકે નિયુક્ત કરતું બિલ રાજ્યના ધારાસભ્યોએ પસાર કર્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે.

આ ઘોષણા બાદ, ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય, જેનિફર રાજકુમારે ટ્વીટ કર્યું, “આજે સિટી હોલમાં @NYCMayor સાથે મારી પ્રેસ કોન્ફરન્સ. મેયર એરિક એડમ્સની સાથે દિવાળીને સ્કૂલ હોલિડે બનાવવાની લડાઈનું નેતૃત્વ કરવા અને જીતવા બદલ મને ગર્વ છે.”

12 નવેમ્બર ઉજવાશે દિવાળી

આ વર્ષે દિવાળી 12 નવેમ્બર, રવિવારના રોજ મનાવવામાં આવશે, તેથી તે 2024 માં પ્રથમ વખત શાળામાંથી એક દિવસની રજા રહેશે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, 2015 માં, શહેરે જાહેરાત કરી કે તે બે મુખ્ય મુસ્લિમ રજાઓ, ઈદ અલ-ફિત્ર અને ઈદ અલ-અધાના માનમાં શાળાઓ બંધ કરશે.

અમેરિકન એડમિનિસ્ટ્રેશનમાં 80થી વધુ ભારતવંશીય મહત્ત્વનાં પદો પર

UN ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ મુજબ, અમેરિકામાં કુલ 44 લાખ લોકો અમેરિકામાં રહે છે. અમેરિકાના કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, ઈલિનોઈસમાં તેમની સૌથી વધુ વસતિ છે. અમેરિકન એડમિનિસ્ટ્રેશનમાં 80થી વધુ ભારતવંશીય મહત્ત્વનાં પદો પર તહેનાત છે.

આ પણ વાંચો : નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી કોઈ લવજેહાદ કરશે તો છોડીશું નહી: હર્ષ સંઘવી

Back to top button