અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં AMCનો નવો પ્લાન તૈયાર, જાણો હવે રોંગ સાઈડથી જતા ચાલકોને રોકવા ક્યો અખતરો કરશે

અમદાવાદમાં ટાયર કિલર બમ્પ ફેલ
હવે રોંગ સાઈડથી જતા ચાલકોને રોકવા AMCએ નવો પ્લાન બનાવ્યો

અમદાવાદ શહેરમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા બાદ અમદાવાદ પોલીસની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન પણ કામે લાગી ગઈ છે. ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ દ્વારા ટ્રાફિકની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં રોંગ સાઈડથી આવતા લોકોને રોકવા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, રોંગ સાઈડ વાહન હંકારનારા લોકોને રોકવા AMC દ્વારા ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા. પણ તે કામ ન લાગતા હવે AMC દ્વારા નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

કેમેરાથી નજર રખાશે
પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદ શહેરમાં રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને રોકવા AMCએ ટાયર કિલર બમ્પ લગાવ્યા હતા. જો કે, AMCનો આ પ્લાન ફેલ થઈ ગયો છે.ચાણક્યપુરીમાંથી વાહન ચાલકો એટલા ચાલક છે કે,બમ્પ કુદાવીને જઈ રહ્યા છે. જેથી માત્ર એક કે બે દિવસમાં જ કિલર બમ્પના સ્પિંગ તૂટી ગયા હતા. અને તેને તાત્કાલિક રિપેર કરવાનો વારો આવ્યો હતો. એટલે સ્પષ્ટ પણ વાહનચાલકોને રોકવા AMC દ્વારા લગાવેલા ટાયર કિલર બમ્પનો પ્લાન ફેલ થતો જોવા મળી રહ્યો છે. જેથી AMC દ્વારા રોંગ સાઈડ઼ વાહન ચલાવનારા લોકોને રોકવા નવો પ્લાન તૈયાર કર્યો છે. કોર્પોરેશન દ્વારા આવા ચાલકોને દંડવા માટે સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવામાં આવશે. જે બાદ કેમેરામાં કેદ થનારા ચાલકોને દંડ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ, શહેરમાં 23 જેટલા સ્થળોએ આવા ટાયર કિલર બમ્પ મૂકવામાં આવશે. ત્યારે જો નિયમનો ભંગ કરીને રોંગ સાઈડમાં જનારા લોકો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો : ઈસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે આપ્યા મહત્વના આદેશ

ચાણક્યપુરી વિસ્તારમાં લગાવાયા હતા ટાયર કિલર બમ્પ
મહત્વનું છે કે,AMCએ ચાણક્યપુરી વિસ્તારમાં તાજેતરમાં રોંગ સાઈડથી લોકોને જતા રોકવા ટાયર કિલર બમ્પ લગાવ્યા છે. જોકે તેમ છતાં લોકો બેફિકર થઈને આ ટાયર કિલર બમ્પ કુદાવી રોંગ સાઈડમાં જઈ રહ્યા છે, ખાસ તો ટાયરને પણ કોઈ નુકસાન થઈ રહ્યું નથી.આખો પ્લાન ફેલ થઈ જતા હવે AMC દ્વારા આવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.

ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સક્રિય
ઉલ્લેખનીય છે કે, ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક પોલીસ સક્રિય થઈ છે. એક મહિનાની ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમનો ભંગ કરનારા લોકોને દંડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સીસીટીવી કેમેરા લાગ્યા બાદ શું લોકો ટ્રાફિક નિયમનું પાલન કરતા થશે કે પછી ફરી ઉલ્લંઘન કરવાનું ચાલું રાખશે.

આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક અકસ્માતે લીધો યુવકનો જીવ, મોડી રાત્રે કારચાલકે બાઈક ચાલકને લીધો અડફેટે

આ પણ વાંચો : અમદાવાદ : હવે રોંગ સાઇડ વાહન ચલાવનારની મનમરજી નહી ચાલે, AMC “ON WORK MODE”

Back to top button