ટ્રેન્ડિંગમનોરંજન

ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવા આવો ગજબનો ફિલ્મી સ્ટંટ! જુઓ વીડિયો

Text To Speech
  • ‘યોદ્ધા’ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું પોસ્ટર અલગ અંદાજમાં શેર કર્યું છે, જેને જોઈને તેના ચાહકોમાં હલચલ મચી ગઈ છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝરને લઈને અપડેટ્સ પણ સામે આવ્યા છે

મુંબઈ, 15 ફેબ્રુઆરીઃ બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી ફિલ્મ ‘યોદ્ધા’ની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના નામ પરથી જ સ્પષ્ટ છે કે તેમાં અદ્ભુત એક્શન સીન્સ જોવા મળશે. તેથી જ ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે, ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનું પોસ્ટર અલગ અંદાજમાં શેર કર્યું છે, જેને જોઈને તેના ચાહકોમાં હલચલ મચી ગઈ છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝરને લઈને અપડેટ્સ પણ સામે આવ્યા છે, પરંતુ હાલમાં ફિલ્મનું પોસ્ટર ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. તેનું એક ખાસ કારણ છે.

રિલીઝ પહેલા યોદ્ધાએ રચ્યો ઈતિહાસ

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની ફિલ્મના પોસ્ટરનો એક વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ પોસ્ટરને એકદમ અલગ અંદાજમાં રીલીઝ કરવામાં આવ્યું છે, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર હવામાં રીલીઝ કરવામાં આવ્યું છે, તે પણ 13,000 ફૂટની ઊંચાઈથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ફિલ્મની ટીમ હાથમાં પોસ્ટર લઈને ફ્લાઈટમાંથી કૂદીને સ્કાઈડાઈવિંગ કરતી દેખાય છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મે પોતાના પોસ્ટર રીલીઝની અનોખી સ્ટાઈલથી લોકોના દિલ જીતી લીધા છે. આ પોસ્ટર રિલીઝની સ્ટાઈલ જોયા બાદ દરેક તેના વખાણ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

ક્યારે થશે ફિલ્મનું ટીઝર રીલીઝ

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’ના પોસ્ટરની રિલીઝની સાથે જ ટીઝરની ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘યોદ્ધા’નું ટીઝર 19 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ફિલ્મનું આ શાનદાર પોસ્ટર જોયા બાદ હવે ચાહકો ટીઝરની રાહ જોઈ રહ્યા છે. ‘યોદ્ધા’ 15 માર્ચ 2024ના રોજ રીલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત દિશા પટણી અને રાશિ ખન્ના પણ છે. ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘યોદ્ધા’નું નિર્માણ હીરુ યશ જોહર, કરણ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Paytm બાદ હવે વિઝાકાર્ડ અને માસ્ટરકાર્ડ ઉપર પણ RBIની ઍક્શન

Back to top button