આલિયાએ ખાસ અંદાજમાં પતિ રણબીરને વિશ કરી પહેલી વેડિંગ એનિવર્સરી
- આલિયા અને રણબીરની આજે ફર્સ્ટ એનિવર્સરી.
- 14 એપ્રિલ 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.
- આજે એક દિકરીના માતા પિતા છે.
બોલિવુડના મોસ્ટ લવિંગ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલના રોજ એટલે કે આજે પોતાની પહેલી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ કપલે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. આજે તેઓ એક દિકરી રાહાના માતા પિતા છે. રણબીર-આલિયાની પહેલી વેડિંગ એનિવર્સરી પર ફેમિલી અને ફેન્સ તેમની પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. આલિયા ભટ્ટે પોતાના ડાર્લિંગ હસબન્ડ રણબીરને ખાસ અંદાજમાં પહેલી વેડિંગ એનિવર્સરીની શુભેચ્છાઓ આપી છે.
View this post on Instagram
આલિયાએ રણબીરની સાથેની કેટલીક અનસીન તસવીરો શેર કરી છે. પહેલી તસવીર કપલની હલ્દી સેરેમનીની છે. બંનેના ચહેરા પર હલ્દી લાગેલી છે અને રણબીરે પ્રેમથી આલિયાને હગ કર્યુ છે. બીજી તસવીરમાં રણબીર અને આલિયા એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. આકરી ફોટોમાં કપલ રોમેન્ટિક અંદાજમાં એક બીજામાં ખોવાયેલા દેખાય છે. આ તસવીરોને શેર કરતા આલિયાએ કેપ્શનમાં લખ્યુ છે. હેપ્પી ડે.
નીતુ સિંહે આપી શુભેચ્છાઓ
આલિયાની સાસુ અને રણબીરની માતાએ પણ ખાસ અંદાજમાં લગ્નના અભિનંદન આપ્યા છે. નીતુએ કપલના લગ્નની એક પ્રેમભરી તસવીર શેર કરી છે. તેમાં દિવંગત ઋષિ કપૂર પણ દેખાય છે. તસવીરને શેર કરતા નીતુએ લખ્યુ છે. હેપી એનિવર્સરી માય બ્યુટિફુલ પીપલ, માય હાર્ટબીટ્સ. તમને ખુબ ખુબ પ્રેમ અને આશીર્વાદ
View this post on Instagram
આલિયાની માતાએ પણ આપી શુભેચ્છાઓ
આલિયાની માતા સોની રાજદાને પણ કપલને ફર્સ્ટ વેડિંગ એનિવર્સરીની શુભેચ્છાઓ આપી છે. તેણે લગ્નની કેટલીક તસવીરો પોસ્ટ કરીને લખ્યુ છે. ગયા વર્ષે આ બંને મારા સ્વીટહાર્ટ્સે સારા અને ખરાબ સમયમાં એકબીજાની સાથે રહેવાનો વાયદો કર્યો છે. બંનેને હેપ્પી એનિવર્સરી. તમારી આગળની યાત્રા સુખદ રહે.
આ પણ વાંચોઃ ‘સુપર ચોર’ બંટીની ધરપકડ, આ ચોર પર બની ચૂકી છે એક ફિલ્મ