અમદાવાદમાં બહેરાશના કેસમાં ચિંતાજનક વધારો, આંકડો જાણી રહેશો દંગ
- ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવાથી પણ આ બહેરાશ આવતી હોય છે
- બહેરાશ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ એક માત્ર ઉપાય છે
- છેલ્લા એક વર્ષની ઓપીડીમાં મહિને 30થી 40 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે
અમદાવાદમાં બહેરાશના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં આંકડો જાણી દંગ રહેશો. તેમાં સોલા સિવિલની ENT ઓપીડીમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. જેમાં કાનમાં સતત રાખેલા હેડફોન, એર પોડ્સમાં ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવથી બહેરાશનું જોખમ વધ્યુ છે. જેમાં યુવાનોએ વધુ પડતો હેડફોનનો ઉપયોગ ટાળવો જોઈએ તેમ તબીબોની સલાહ છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ફરી એક વાર વિઝા કૌભાંડ આવ્યું બહાર, રૂ.7 કરોડ 75 લાખ લઇ એજન્ટ ફરાર
છેલ્લા એક વર્ષની ઓપીડીમાં મહિને 30થી 40 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે
તાજેતરમાં સુપ્રસિદ્ધ પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકને સેન્સરી નર્વ હિયરિંગ લોસની બીમારી સામે આવી છે, જેમાં સાંભળવાનું બંધ થયું છે. બહેરાશ એરર રોગ છે. અમદાવાદની સરકારી સોલા સિવિલ હોસ્પિટલમાં એક અથવા બે કાનથી બહેરાશના પહેલાં મહિને એક બે કેસ જોવા મળતાં હતા. જોકે કોવિડના સમય ગાળા બાદ છેલ્લા એક વર્ષની ઓપીડીમાં મહિને 30થી 40 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આમ ચિંતાજનક રીતે એક અથવા બે કાને બહેરાશના કેસમાં વધારો જોવાયો છે. તબીબોની સલાહ છે કે, યુવાનોએ વધુ પડતો હેડફોનનો ઉપયોગ ટાળવો જોઈએ.
બહેરાશ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ એક માત્ર ઉપાય છે
સોલા સિવિલ હોસ્પિટલનાં ઈએનટી વિભાગના વડા ડો. નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, એક અથવા બે કાને બહેરાશ માટે વિવિધ કારણો જવાબદાર છે, જેમાં કાન પાસે મોટો અવાજ કે ધડાકો થવો, કાનના ભાગે ઈજા થવી, વાયરલ ઈન્ફેક્શન થવું, મગજમાં ગાંઠ, ફટાકડાનો અવાજ વગેરે બાબતો સામેલ છે. કાનમાં કોઈ પણ જાતની તકલીફ થાય તો તૂર્તજ ઈએનટી સર્જન પાસે જવું જોઈએ. તબીબોનું કહેવું છે કે, બજારમાં સાંભળવાના નામે સાધનો અપાઈ રહ્યા છે, જે હકીકતે કામે લાગતા નથી, બીમારીનું નિદાન ઈએનટી ડોક્ટર દ્વારા થાય તે જરૂરી છે. કઈ બાબતોની તકેદારી રાખવી જરૂરી છે તે બાબતને લઈ તબીબો કહે છે કે, દિવસમાં આઠ કલાકથી વધારે સમય વધુ અવાજ સાંભળો છો તો તેવી સ્થિતિમાં કાનને અસર થઈ શકે છે. મહિલા પ્રેગનન્ટ હોય ત્યારે પ્રથમ 10 અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શન ના થાય તે બાબતની તકેદારી લેવી જોઈએ. કાનમાં સતત રાખેલા હેડફોન, એર પોડ્સ સતત રાખીને ઊંચા અવાજે મ્યુઝિક સાંભળવાથી પણ આ બહેરાશ આવતી હોય છે. બહેરાશ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ એક માત્ર ઉપાય છે.