ગુજરાતટ્રેન્ડિંગ

ગાંધીનગરમાં ફરી એક વાર વિઝા કૌભાંડ આવ્યું બહાર, રૂ.7 કરોડ 75 લાખ લઇ એજન્ટ ફરાર

Text To Speech
  • ઉમિયા ઓવર્સિસ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં વિશાલ પટેલ વિઝાનું કામ કરતો
  • એક જ પરિવારનું રૂપિયા 65 લાખ રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું
  • હાલમાં આ એજન્ટ વિદેશ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું

ગાંધીનગરમાં ફરી એક વાર વિઝા કૌભાંડ બહાર આવ્યુ છે. જેમાં રૂ.7 કરોડ 75 લાખ લઇ એજન્ટ ફરાર થયો છે. ત્યારે 23 લોકોને વિદેશના વિઝા અપાવવાના બહાને ફુલેકુ ફેરવી એજન્ટ ફરાર થયો છે. કેનેડામાં PR કરાવી આપવાના બહાને એક જ પરિવાર પાસેથી 65 લાખ રૂપિયા ખંખેર્યા હતા. તેમાં એજન્ટના સાથીદારો પણ ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં જમીન માફિયાએ મૃત વ્યક્તિને જીવિત બતાવી પ્લોટનો દસ્તાવેજ કર્યો 

એક જ પરિવારનું રૂપિયા 65 લાખ રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું

રાજ્યમાં આટલા વિઝા કૌભાંડ સામે આવ્યા બાદ પણ યુવાનોમાં વિદેશ જવાની ઘેલ્છા ઓછી થતી નથી. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ફરી એક વખત વિઝા કૌભાંડ બહાર આવ્યું છે. 23 લોકોને વિદેશના વિઝા અપાવવાના બહાને 7 કરોડ 75 લાખનું ફૂલેકુ એજન્ટે ફેરવ્યું છે. ડભોડાના જીગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા સમગ્ર વિભા કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. લવારપુરના પિતા પુત્ર સહિત 4 એજન્ટોના એક પછી એક કૌભાંડ સામે આવ્યા છે. સમગ્ર કિસ્સાની વાત કરીએ તો કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવર્સિસ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં વિશાલ પટેલ વિઝાનું કામ કરતો હતો. વિશાલે કેનેડાના PR કરાવી આપવાના બહાને એક જ પરિવારનું રૂપિયા 65 લાખ રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું છે.

એજન્ટ અને તેના સાથીદારો થઈ ગયા ફરાર

હાલમાં આ એજન્ટ વિદેશ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વિશાલ પટેલના સાથીદાર અંકિત પટેલ, અનેરી તેમજ શૈલેષ પટેલ પણ ફરાર થઈ ગયા છે. ત્યારે આ મામલે ઈન્ફોસિટી પોલીસે ફરિયાદ નોંધીને આ કૌભાંડી એજન્ટને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ બનેલા વિઝા કૌભાંડની તપાસ હાલમાં CID દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ફરી એક વખત મોટું વિઝા કૌભાંડ સામે આવ્યું છે.

Back to top button